મીઠાઈ પર ફકત પાંચ ટકા જીએસટી: સરકારની સફાઈ

August 4, 2017 at 11:18 am


કેન્દ્ર સરકારે અંતે ચોખવટ કરી દીધી છે કે, લોકો સાદી મીઠાઈ ખરીદે કે પછી ચોકલેટવાળી ખરીદે પણ કર તો ફકત પાંચ ટકા જ લાગશે. બંગાળી મીઠાઈ હોય તો તેના પર પણ ફકત પાંચ ટકા જ જીએસટી લાગશે. આ ઉપરાંત રાખડી, ઢોસાનો માવો, કુલ્ફી, રબર બેન્ડ અને શૌચાલય સહિત અનેક વસ્તુઓ પર પણ જીએસટીના દર સ્પષ્ટ કરી દેવાયા છે. આવતીકાલે જીએસટી પરિષદની બેઠક મળવાની છે અને તેમાં આ બધી બાબતો પર વિસ્તૃત ચચર્િ થવાની છે. અત્યાર સુધી એવી મુંજત્તણ હતી કે, દેસી મીઠાઈ પર પાંચ ટકા દર છે તો ચોકલેટવાળી મીઠાઈ પર કર કેટલો હશે? પરંતુ ગઈકાલે જ સરકારી સૂત્રોએ એવી ચોખવટ કરી નાખી છે કે, ચોકલેટવાળી કે બંગાળી કે કોઈ પણ પ્રકારની મીઠાઈ પર પાંચ ટકા કર જ લાગશે.

print

Comments

comments

VOTING POLL