મુંદરા પંથકમાં અડધોથી પાેણો ઇંચ વરસાદ

August 9, 2018 at 10:48 pm


કચ્છના સાત તાલુકામાં વરસાદી ઝાપટા ઃ ભુજમાં વહેલી સવારે માત્રછાંટા ઃ રાપર અને લખપત સાવ કોરાકટ આગામી 4 દિવસ હળવાથી સામાન્ય વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી

લાંબા સમયના વિરામ બાદ આજે કચ્છમાં મેઘરાજાએ માત્ર હાજરી પુરાવી હતી. ભુજમાં માત્ર છાંટા પડયા હતા. પણ તે નાેંધાયા નથી. જયારે જિલ્લાના 10 પૈકી સાત તાલુકામાં વરસાદી આંકડા ફલડ કંટ્રાેલમાં નાેંધાયા છે. મુંદરા પંથકમાં સાૈથી વધુ ર0 મીમી વરસાદ નાેંધાયો છે. જયારે માંડવીમાં6 મીમી વરસાદ પડયો છે. હવામાન ખાતા દ્વારા જયારે આગામી 4 દિવસ કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરાઈ છે. ભુજમાં ગઈ રાતે જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું. આજે સવારે પણ કેટલાક છાટા પડયા હતા. સવારે ભેજનું પ્રમાણ 8પ ટકા હતું. બપાેરબાદ તાે તડકો નીકળ્યો હતાે. આસપાસના વિસ્તારોમાં પણ આજ પ્રકારની સ્થિતિ હતી. મુંદરાથી અમારા પ્રતિનિધિનાે સંદેશો જણાવે છે કે, મુંદરા ગામના સાવ સામાન્ય વરસાદ હતાે. જયારે કાંડાગરા, સીરાચા, નવીનાળ, ઝરપરા, નાના મોટા કપાયા, ધ્રબ, બારોઈ, લુડાઈ, સાડાઉ, રામાણીયા અને મંગરા સહિતના વિસ્તારમાં અડધો #ચ તેમજ કાંડાગરા અને તુંડામાં પાેણો #ચ વરસાદ પડયો હતાે. આ અમી છાંટણાના પગલે થોડીક ઠંડક થઈ હતી. પરંતુ મુંદરા ગામમાં તાે સાવ સામાન્ય કહી શકાય તેવો વરસાદ પડયો હતાે જેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તંત્રની બેદરકારીના કારણે ઠેરઠેર કાદવ કીચડના થર જમા થયા છે. જેને કારણે જે તે વિસ્તારના લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. તંત્ર દ્વારા જો સત્વરે ગંદકી સાફ કરી દવાનાે છંટકાવ નહીં થાય તાે રોગચાળો ફાટી નીકળવાનાે ભય લોકોને સતાવી રહ્યાાે છે. ગઢશીશાપંથકમાં પણ ગઈ રાત બાદ ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો છે. રાત્રે 11 થી બપાેરે 11 વાગ્યા સુધીમાં શાંત રીતે વરસાદ વરસ્યોહતાે.ગઢશીશાના બસ સ્ટેશન અને ઉગમણા નાકા પાસેપાણી ભરાયા હતા. માંડવીના અહેવાલ પ્રમાણે ત્યાં ગુંદીયારી,બિદડા, ખાખર, કોડાય, દુગાૅપુર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છ મીમી વરસાદ પડયો છે. ફલડ કંટ્રાેલના જણાવ્યાપ્રમાણે અબડાસામાં 1 મીમી અંજારમાં ર મીમી ગાંધીધામમાં 3 મીમી, માંડવીમાં છમીમી, મુંદરામાં ર0 મીમી તેમજ નખત્રાણામાં 4 મીમી વરસાદ પડયો છે. લખપત અને રાપર તાલુકો કોરો છે. જો કે ભુજમાં વરસાદી ઝાપટું પડયા છતાં તે નાેંધાયો નથી. હવામાન ખાતાની અમદાવાદ કચેરીના બુલેટીનમાં જણાવાયા પ્રમાણે ગુજરાતને લાગુ પડે તેવી બે સિસ્ટમ ધીમી ગતિએ સક્રિય થઈ છે. જો કે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ આગામી ચારદ દિવસ હળવાથી સામાન્ય કેઅતિ હળવા વરસાદની આગાહી કચ્છ જિલ્લા માટે કરાઈ છે.

print

Comments

comments

VOTING POLL