મુંબઇની ટ્રેનમાં કિકી કરનાર 3 યુવકોને ત્રણ દિવસ સુધી સ્ટેશન સાફ કરવાની સજા

August 10, 2018 at 10:36 am


જોખમી કિકી ચેલેન્જ હવે કારમાંથી ટ્રેન સુધી પહોંચી ગઇ છે. મુંબઇના 3 યુવકોને ટ્રેનમાં કિકી કરવાની સજા થઇ છે. તેમને ત્રણ દિવસ સુધી સ્ટેશનની સફાઇ કરવાની રહેશે. આ દરમિયાન જેની સાથે પણ મુલાકાત થાય તેને કહેવાનું રહેશે કે કિકી ચેલેન્જ લેશો નહીં, તે જોખમી હોય છે. આવી અનોખી સજા મુંબઇની રેલવે કોર્ટે સંભળાવી છે. વાસ્તવમાં અહીંના ત્રણ યુવકો- નિશાંત શાહ, ધ્રુવ શાહ અને શિયામ શમર્એિ થોડા દિવસો પહેલાં વિરારની લોકલ ટ્રેનમાં કિકી ચેલેન્જ કરી હતી. એટલે કે ચાલુ ટ્રેનમાંથી ઉતરી પ્લેટફોર્મ પર ડાન્સ કર્યો અને ટ્રેન સ્પીડ પકડે તે પહેલાં પાછા તેમાં ચઢી ગયા હતા. બે યુવકો ચેલેન્જ લઇ રહ્યા હતા અને ત્રીજો વીડિયો બનાવી રહ્યો હતો.
યુવકોએ ફૂંચુ એન્ટરટેઇન્મેન્ટ નામે યુ-ટ્યૂબ પર એક ચેનલ બનાવી અને તેના પર આ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોને 15 લાખથી વધુ લોકોએ જોયો. તેમાં મુંબઇ પોલીસનો પણ સમાવેશ થાય છે. પોલીસે વીડિયો અને સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે યુવકોની ધરપકડ કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કયર્િ હતા. કોર્ટે કહ્યું કે તમે ત્રણેય યુવાન છો,પરંતુ તમે કામ ખોટું કર્યું છે. આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી હોય છે. હવે તમે સજા તરીકે લોકોમાં જાગરુકતા વધારવાનું કામ કરશો.
ત્રણ દિવસ સુધી સ્ટેશનની સફાઇની સાથે લોકોને એ પણ કહેશો કે જે તમે કર્યું, તે જોખમી હતું અને તમે પોતાની સાથે અન્યો માટે પણ જોખમ ઊભું કર્યું. યુવકોને સવારે 11થી 2 વાગ્યા સુધી સફાઇ કરવાની રહેશે. પછી એક કલાકનો બ્રેક લઇ બપોરે 3થી 5 વાગ્યા સુધી ફરી સફાઇ કરવાની રહેશે. વાસ્તવમાં જુલાઇથી જ કિકી ચેલેન્જ બહુ હિટ થઇ રહી છે. કેનેડાના કલાકાર ડ્રેકની જેમ લોકોએ ચાલુ કારમાંથી ઉતરી ડાન્સ કરવાનો અને પાછા ચાલુ કારમાં જ કારમાં બેસવાની આ ચેલેન્જ શરૂ કરી હતી.
કિકી ચેલેન્જને લઇ સૌથી પહેલાં મહારાષ્ટ્રે જ ગાઇડલાઇ જારી કરી હતી. હવે ત્યાં જ પહેલી વખત કોઇને કિકી કરવાની સજા પણ અપાઇ છે. મુંબઇ રેલવેના વરિષ્ઠ અધિકારી અનુપ શુક્લાએ કહ્યું કે અમે યુવાનોને કિકી ન કરવાની સલાહ આપી રહ્યા છીએ. જે કરી રહ્યા છે તેમને પકડવામાં આવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL