મુંબઇમાં સનાતન સંસ્થાના સભ્યના ઘરેથી આઠ દેશી બોમ્બ મળતા ચકચાર

August 10, 2018 at 10:40 am


આજે મુંબઈમાં આવેલા નાલાસોપારા વિસ્તારમાં સનાતન સંસ્થાના સભ્ય વૈભવ રાઉતના ઘરે એટીએસની ટૂકડીએ દરોડો પાડયો હતો અને ચેકિંગ દરમિયાન તેના ઘરમાંથી આઠ જેટલા દેશી બોમ્બ મળી આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે અને આ માણસ કોની મદદથી અને કોના કહેવાથી બોમ્બ ઘરમાં રાખતો હતો અને બનાવતો હતો ? તે અંગે એટીએસએ તપાસ શ કરી છે.
એટીએસને મળેલી ચોકકસ બાતમીના આધારે આજે વહેલી સવારે સનાતન સંસ્થાના સભ્ય વૈભવ રાઉતના ઘરે પોલીસ ત્રાટકી હતી અને તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન તેના ઘરની અંદરથી આઠ જેટલા દેશી બોમ્બ મળી આવ્યા હતા અને અન્ય કેટલોક સામાન મળી આવ્યો છે. વૈભવ રાઉતની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ ચાલુ છે. આ બોમ્બનો ઉપયોગ કયા કરવાનો હતો અને કોના કહેવાથી બોમ્બ બનાવવામાં આવ્યા છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે ? તે તમામ મહત્વના મુદ્દાઓની પોલીસે તપાસ શ કરી છે.

print

Comments

comments

VOTING POLL