મુંબઈની બેન્ક ઓફ બરોડામાં ફિલ્મી સ્ટાઈલે ચોરી

November 14, 2017 at 11:50 am


નવી મુંબઈના જૂઈનગરમાં બેન્ક ઓફ બોડામાં ફિલ્મી સ્ટાઈલથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તસ્કરોએ બેન્કની પાસે જ એક સુરંગ બનાવી બેન્કમાં પ્રવેશ કર્યો હતો અને આરામથી ચોરી કરી હતી. કુલ 225 લોકરમાંથી 30 લોકર તોડીને તેમાં રાખેલો કિંમતી સામાન ચોરાઈ ગયો છે. જેમના લોકર છે તેમને બોલાવીને ચોરી કરવામાં આવેલી કુલ રકમનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
નવી મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલેએ કહ્યું કે શાતીર ચોરોએ ઘટનાને અંજામ આપવા માટે 5 મહિના પહેલાં બેન્ક પાસે જ એક દુકાન ભાડે લીધી હતી. તેમાં જ તેઓએ અંદાજે 25 ફૂટ લાંબી સુરંગ ખોદીને ચોરીને અંજામ આપ્યો છે. ભાડાની દુકાનમાં પાંચ મહિનામાં દિવસે તેઓ કરિયાણાનો સ્ટોર ચલાવતાં અને રાત્રે સુરંગ ખોદતા હતા. સાનપાડા પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ શ કરી દીધી છે.
દુકાન માલિકથી લઈને આસપાસના તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભાડા માટે બનાવવામાં આવેલા એગ્રીમેન્ટની પણ તપાસ ચાલી રહી છે અને આસપાસના સીસીટીવીને પણ ચકાસવામાં આવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL