મુંબઈમાં ડીઆરઆઈનો સપાટોઃ રૂા.5.4 કરોડનું સોનું જપ્ત

August 6, 2018 at 11:47 am


મુંબઈના ઈઆઈસીઆઈ ઈમારત ખાતે કુરિયના એક પાર્સલનું ચેકિંગ કરીને હાેંગકાેંગથી આવેલું સોનું ડીઆરઆઈની વીગ દ્વારા જપ્ત કરાયું છે.
ગુપ્તચર તંત્ર તરફથી મળેલી ચોક્કસ બાતમી બાદ ડીઆરઆઈની ટૂકડી ઈમારત પર ત્રાટકી હતી અને પાર્સલ ખોલાવીને ચેકિંગ હાથ ધર્યુ હતું.
આ દરમિયાન ઈલેકટ્રાેનિક પાવર સામગ્રીની અંદર સિલ્વરના પળ ચઢાવીને સંતાડેલું સોનું મળી આવ્યું હતું જેની બજાર કિંમત રૂા.5.4 કરોડ જેટલી છે.
ડીઆરઆઈની ટૂકડીએ સંબંધિતોને અટકમાં લીધા છે અને એમની પૂછપરછ હાથ ધરી છે. આ સોનું હાેંગકાેંગના માકાર્નું છે.
કેટલીવાર આવી રીતે ગોલ્ડ મંગાવવામાં આવ્યું છે તેની પણ તપાસ થઈ રહી છે. વધુ કેટલીક વિગતો પ્રકાશમાં આવે તેવી શકયતા છે.

print

Comments

comments

VOTING POLL