મુંબઈમાં રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવાનો હાઇ કોર્ટનો નિર્દેશ

July 11, 2018 at 11:43 am


મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા લોકલ ટ્રેન સેવા ઠપ થતી હોય તો રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવા અંગે રેલવએે વિચાર કરવો જોઇએ, એવી સ્પષ્ટ સૂચના મંગળવારે મુંબઈ હાઇકોર્ટે રેલવેને આપી છે.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ હોવાથી રેલવે ટ્રેક પણ પાણી ભરાયેલા છે. મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર લાઇનના ટ્રેક પાણીમાં ડૂબતા અનેક લોકલ સેવા રદ કરવામાં આવી તેમ જ અમુક સેવા વિલંબમાં દોડાવવામાં આવી હતી, પરિણામે મુંબઈગરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય રેલવેના દાદર, પરેલ, કુલર્,િ સાયન જ્યારે હાર્બર લાઇનના ચેમ્બુર, ટિળકનગર, માનખુર્દ વગેરે સ્ટેશન નજીક નીચાણવાળા વિસ્તાર હોવાથી થોડો વરસાદ પડતા રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જાય છે. દર વર્ષે રેલવે પ્રવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. મુંબઈમાં નીચાણવાળા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ઠપ થઇ જતી હોય તો રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવા અંગે રેલવેએ વિચાર કરવો જોઇએ. નાની નાની મંજૂરીઓ માટે દિલ્દીમાં દોટ મૂકવી ન પડે તે માટે મુંબઈની લોકલ સેવા માટે સ્વતંત્ર રેલવે વ્યવસ્થાપ્ન બોર્ડની સ્થાપ્ના કરીને તેમને સ્વતંત્ર અધિકાર આપવા માટે રેલવેએ વિચાર કરવો જોઇએ.બે અઠવાડિયે થનારી આગામી સુનાવણી દરમિયાન આ અંગે ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ હાઇકોર્ટે આપ્યો છે.

print

Comments

comments

VOTING POLL