મુંબઈ એરપાેર્ટથી લશ્કરનાે કુખ્યાત ત્રાસવાદી ઝડપાયો

July 17, 2017 at 7:31 pm


ઉત્તર પ્રદેશ એટીએસ અને મહારાષ્ટ્ર પાેલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. આ બંનેના સંયુક્ત આેપરેશનમાં લશ્કરે તાેઇબાના કુખ્યાત આતંકવાદી સલીમ ખાનને પકડી પાડવામાં સફળતા મળી છે. મુંબઈ વિમાની મથકથી તેને પકડી લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પાેલીસ સલીમને 2008થી શોધી રહી હતી. થોડાક દિવસ પહેલા ફૈઝાબાદથી ધરપકડ કરવામાં આવેલા આઈએસઆઈ એજન્ટ આફતાબની પુછપરછમાં સલીમના સંદર્ભમાં માહિતી મળી હતી. કુખ્યાત સલીમ મુઝફ્ફરાબાદ ત્રાસવાદી કેમ્પમાં હથિયારોની ટ્રેિંનગ પણ લઇ ચુક્યો છે.

આઈએસઆઈ એજન્ટા આફતાબે પુછપરછ દરમિયાન કહ્યું હતું કે, સલીમ તેને વિદેશથી જરૂરી સૂચન કરતાે હતાે અને પૈસા પણ મોકલી રહ્યાાે હતાે. 2008માં રામપુર સીઆરપીએફ કેમ્પમાં કરવામાં આવેલા હુમલા વેળા બે ત્રાસવાદીઆે કૌશર અને શરીફને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેએ કહ્યું હતું કે, સલીમે તેમની સાથે મળીને 2007માં મુઝફ્ફરાબાદમાં ટ્રેિંનગ લીધી હતી. પાેલીસ ટીમ સલીમને શોધી કાઢવા માટે લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. જેના આધાર પર તેને મુંબઈ વિમાની મથકે રોકવામાં આવ્યો હતાે. સલીમ ખાન મૂળભૂતરીતે ઉત્તર પ્રદેશના ફતેપુરમાં બંદીપુર ગામનાે નિવાસી છે. એટીએસ આઈજી અસીમ અરુણે માહિતી આપતા કહ્યું છે કે, ધરપકડ કરવામાં આવ્યા બાદ સલીમની હવે ઉત્તર પ્રદેશ પાેલીસ તથા મહારાષ્ટ્ર પાેલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાેંકાવનારી વિગતાે સપાટી પર આવે તેવી શક્યતા છે. કોઇ ખતરનાક કનેક્શન તેના ભારતના જુદા જુદા રાજ્યોમાં છે કે કેમ તેની પુછપરછ ચાલી રહી છે. તેના સાગરિતાે અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યાા છે. તેની પાસેથી કોઇ વાંધાજનક દસ્તાવેજ મળ્યા છે કે કેમ તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ પુછપરછ જારી છે.

print

Comments

comments

VOTING POLL