મુંબઈ પહાેંચ્યા દીપિકા-રણવીર, નવપરણીત દંપતિને જોવા લોકોની ભીડ

November 18, 2018 at 12:20 pm


બોલીવુડની સૌથી શાનદાર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 નવેમ્બરનાં રોજ ઇટાલીમાં કાેંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ 15 નવેમ્બરનાં તેમના લગ્ન સિંધી રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. આ બંનેનાં ભવ્ય લગ્નમાં ફક્ત 30 જેટલા લોકો જ હાજર હતા. ઇટાલીનાં લેક કોમોમાં કરવામાં આવેલા લગ્નનો વીમો 17 નવેમ્બર સુધીનો હતો. આ કારણે રણવીર અને દીપિકા 17 નવેમ્બર સુધી ઇટાલીમાં રહ્યા હતા. હવે આ નવપરણીત દંપતિ ભારત આવી ગયું છે.
દીપિકા અને રણવીર સિંહ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. રણવીર અને દીપિકાની જોડી ઘણી જ સુંદર લાગી રહી હતી. રવિવારનાં સવારે અંદાજે 8 વાગ્યે દીપવીર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. દીપિકા ઘણાં સિમ્પલ અને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી. સિલ્કનો કુર્તો પહેરેલી દીપિકાનાં ગળામાં મંગળસૂત્ર શોભી રહ્યું હતુ. રણવીર સિંહે પણ કુર્તો અને પાયજામો અને જેકેટ પહેર્યું હતુ.

print

Comments

comments

VOTING POLL