મુંબઈ બંધ દરમિયાન ઠેરઠેર અથડામણોઃ વાહનો પર પથ્થરમારો

July 25, 2018 at 10:50 am


મુંબઈ સરકારી નોકરીઆે તથા શિક્ષણ સંસ્થાઆેમાં 16 ટકા અનામત બેઠકોની માગણી કરી રહેલા મરાઠા સમાજ પ્રેરિત મહારાષ્ટ્ર બંધે ગઈ કાલે રાજ્યના અમુક ભાગોમાં હિંસક વળાંક લીધો હતો. મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આજે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાઆેમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. તેને કારણે મુંબઈમાં જનજીવન સ્થગિત થઈ શકે છે. મુંબઈ, થાણે અને પાલઘર શહેરોમાં ઘણે સ્થળે દુકાનો બંધ રાખવામાં આવી છે. મુંબઈમાં આજે સવારે આંશિક બંધ દેખાયો હતો પરંતુ ઠેરઠેર આંદલનકારીઆેના ટોળા નીકળી પડéા હતા અને બંધ કરાવવા માટે દબાણ કરતા હતા. પોલીસ એમને ભગાડતી હતી અને ઠેરઠેર અથડામણના બનાવો બન્યા છે. ઘાટકોપરમાં ટોળાએ તોફાન કર્યુ હતું અને બસો અને એક મોલ પર પત્થરમારો કર્યો હતો. થાણેમાં પણ બસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. માનખુર્દ અને ભીવંડીમાં બંધ કરાવવા ટોળા નીકળતા પોલીસે ભગાડéા હતા. ચેમ્બુરમાં કેટલાક વાહનોને ટોળાએ નિશાન બન્યાવ્યા હતા અને ત્યાં પણ પોલીસ ધસી ગઈ હતી. અહી રસ્તારોકો આંદોલન શરૂ કરાતા પોલીસ અને એસઆરપીના કાફલા પહાેંચી ગયા હતા. 10 વાગ્યાની આસપાસ આંદોનકારીઆે બાંદરા અને ખેરવાડી તરફ આગળ વધ્યા હતા જો કે એ પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. બપોરે મુંબઈમાં વધુ ધમાલ થવાનો ભય છે અને બપોરે કદાચ મુંબઈ બંધ પડી જાય તેવું ચિત્ર દેખાય છે. અત્યારે ઠેરઠેર અથડામણના અહેવાલો આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં 58 શાંતિપૂર્ણ રેલીઆે કાઢ્યા બાદ મરાઠા અનામત આંદોલનનું મહારાષ્ટ્ર બંધ ગઈ કાલે હિંસક બન્યું હતું. જેમાં એક કોન્સ્ટેબલનો જાન ગયો હતો, અનેક સ્થળે પથ્થરમારા, તોડફોડ અને નેતાઆેને ધક્કે ચડાવવાના બનાવો બન્યા હતા.

આજે બંધ ઘોષિત કરાયું હોવા છતાં શાળા-કોલેજો તેમજ દૂધ સપ્લાય, હોસ્પિટલ જેવી આવશ્યક સેવાઆેને બંધની અસરમાંથી મુક્ત રાખવામાં આવી છે. મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઈ બંધ શાંતિપૂર્ણ રાખવાનું વચન આપ્યું છે. પોતાના સમાજના લોકોને બંધ દરમિયાન હિંસા કે તોડફોડ ન કરવાની અપીલ કરી છે.

શાળા-કોલેજોમાં સવારના સત્રનું કામકાજ રાબેતા મુજબ છે. ઠેકઠેકાણે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંસા થવાના ડરે આેટોરીક્ષા, ટેક્સીઆે રસ્તા પરથી ગાયબ રહે એવી સંભાવના છે.

મરાઠા ક્રાંતિ મોરચાએ શરુઆતમાં 9 આેગસ્ટે મહારાષ્ટ્ર બંધ પાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ સોમવારે આૈરંગાબાદમાં 28 વર્ષના એક દેખાવકારે ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કર્યા બાદ વ્યાપેલા રોષને પગલે મંગળવારે જ બંધનું એલાન કરી દેવામાં આવ્યું હતું.

દાદર, જોગેશ્વરી, બાંદ્રામાં દુકાનો બંધઃ આેટો રિક્ષા બંધ

આજે મરાઠા અનામત આંદોલનને લીધે મુંબઈ બંધ દરમિયાન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને ટાયરો સળગાવી સરકાર સામે વિરોધ થયો છે. ધરાર દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.

બેસ્ટની બસો નહી ચલાવવા મરાઠા આંદોલનકારી સમાજે દબાણ શરૂ કરી દેતાં પરિવહન ઠપ્પ થઈ જવાનો ભય છે.

ભાંડુપ સહિતના કેટલાક વિસ્તારોમાં બેસ્ટની બસો પર પથ્થરમારો થયો છે.

ટોળા બંધ કરાવવા નીકળતાં નદાદ, જોગેશ્વરી, બાંદરા સહિતના વિસ્તારોમાં દુકાનો, મોલ, રેસ્ટોરન્ટોએ શટર પાડી દીધા હતા.

બેસ્ટની બસોની રફતાર ધીમી પડી ગઈ છે અને જયાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યાં બેસ્ટની બસો હાલ તુરંત બંધ કરી દેવાઈ છે.

બોરીવલીમાં આેટો રિક્ષાની સેવા બંધ થઈ ગઈ છે. પોલા, ઉબેર ટેકસની ભાડા બમણા કરી દેવાયા છે.

નવી મુંબઈમાં પણ દુકાનો બંધ થઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાં આેટો રિક્ષાઆે પણ બંધ થઈ ગઈ છે.

આેટો રિક્ષાઆે બંધ થઈ રહી છે અને બીજી બાજુ બેસ્ટની બસો પણ દોડતી બંધ થઈ રહી છે ત્યારે મુંબઈગરા ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL