મુંબઈ માર્કેટ યાર્ડના અધિકારીઆેએ મોરબી યાર્ડની મુલાકાત લીધી

August 21, 2018 at 11:35 am


મોરબી માર્કેટિંગ યાર્ડમાં થતી વિવિધ કામગીરી હિસાબી સોãટવેર અને સુદ્રઢ વ્યવસ્થા હોય જે સુંદર કામગીરીને નિહાળવા માટે મુંબઈ માર્કેટિંગ યાર્ડની ટીમ મોરબી પહાેંચી હતી.

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયાએ તાજેતરમાં છઠ્ઠી વખત કાર્યભાર સંભાળ્યો છે અને બિનહરીફ વરણી પામ્યા છે ખેડૂતોના હિતમાં દિવસ રાત કાર્ય કરતા યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ માર્કેટિંગ યાર્ડમાં સુયોગ્ય વ્યવસ્થા ગોઠવી છે અને ખેડૂતોનું હિત જળવાય રહે તેવા પ્રયાસો સતત થતા રહેતા હોય છે. તો મોરબી માર્કેટિંગ યાર્ડની કામગીરી નિહાળવા માટે તાજેતરમાં મુંબઈ માર્કેટિંગ યાર્ડની ટીમે મુલાકાત લીધી હતી મોરબી યાર્ડના ચેરમેન સાથે મુલાકાત કરવા ઉપરાંત મુંબઈ યાર્ડ ટીમના અધિકારીઆેએ અહી વપરાતા હિસાબી સોãટવેરની માહિતી મેળવી હતી તેમજ માલના આવક જાવકના હિસાબી સાહિત્ય અને વ્યવસ્થાને નિહાળી હતી જે પ્રભાવશાળી કામગીરી બદલ યાર્ડના ચેરમેનને શુભેચ્છાઆે પાઠવી હતી.

print

Comments

comments

VOTING POLL