મુકતાનંદ સ્વામી કાલ સુધીમાં પુરાવા નહી આપે તો થશે ધરપકડ

May 16, 2018 at 3:47 pm


રાજકોટમાં નવા બસ સ્ટેશન પાસે પકડાયેલી 1.69 કરોડની જૂની નોટના કેસમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રાણપુરના સ્વામી મુકતાનંદનું નામ સામે આવતાં પોલીસે તેમને તાત્કાલીક ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી હતી. આવતીકાલ સુધીમાં સ્વામી ખુલાસો નહી કરે તો ધરપકડ કરવામાં આવશે એવા પણ પોલીસે સંકેત આપ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, એસઆેજીની ટીમે શાસ્ત્રીમેદાન પાસેથી ત્રણ દિવસ પહેલાં એચડીએફસીના કર્મચારી કમલ મુકેશ ભટ્ટ અને મવડી ચોકડી પાસે રહેતા અશોક પ્રેમજી છાયાને 1.69 કરોડની રદ થયેલી હજાર અને 500ની નોટના જથ્થા સાથે પકડી પાડયા હતા. પૂછપરછ દરમિયાન કમલ ભટ્ટે નોટનો આ જથ્થો મુકતાનંદ સ્વામી પાસેથી મળ્યાની કબૂલાત આપતાં એસઆેજીના પીઆઈ એસ.એન. ગડુ, પીએસઆઈ સીસોદીયા સહિતનો કાફલો ગઈકાલે રાણપુર દોડી ગયો હતો અને મુકતેશ્વર મહાદેવ મંદિરના મહંત મુકતાનંદ સ્વામીને મળીને આ પ્રકરણમાં પૂછપરછ માટે નોટિસ આપી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કબજે થયેલી નોટનો જથ્થો મુકતાનંદ સ્વામીએ આપ્યાનું તેણે પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે પરંતુ આટલી મોટી રકમ કયાંથી આવી ં સ્વામીને પણ કોઈએ નોટ બદલવાનું કામ સાેંપ્યું હતું કે કેમ ં તે બાબતની તપાસ માટે પૂછપરછ માટે બે દિવસમાં ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.

આવતીકાલ સુધીમાં સ્વામી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નહી આવે તો પોલીસ તેમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરશે.

print

Comments

comments

VOTING POLL