મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ખેલાશે રાજકીય યુધ્ધ, સભા–સંમેલન માટે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ અરજીઓ

November 14, 2017 at 5:52 pm


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુસંધાને સભા, સંમેલન, લાઉડ સ્પીકર, વાહન પરમિટ, સ્ટ્રીટ કોર્નર મિટિંગ, કામચલાઉ ધોરણે પક્ષની ઓફિસ શરૂ કરવા સહિતના વિવિધ મુદ્દે ચૂંટણી તત્રં પાસે માગણી કરતી અરજીઓ કરવામાં આવે છે. સમગ્ર રાયમાં આ પ્રકારની કુલ ૨૦૩ અરજીઓ તંત્રને મળી છે પરંતુ જાણે રાજકોટમાં ચૂંટણીના બદલે રાજકીય જગં ખેલાવાનો હોય તેવું ચિત્ર ૬૯–રાજકોટ (પિમ)ની બેઠક પર અત્યારથી જ ઉપસી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાયગુરુ વચ્ચે આ બેઠક પર ચૂંટણી જગં ખેલાવાનો છે અને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રને કુલ ૨૨ જેટલી અરજીઓ વિધાનસભાની ચાર બેઠક માટે મળી છે. રાજકોટની અન્ય ત્રણ બેઠક માટે ચૂંટણીતંત્રને હેજુ સુધી એક પણ અરજી મળી નથી.
ચૂંટણી તત્રં સાથે સંકળાયેલા સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ ભાજપ–કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કુલ ૨૩ અરજીઓ અલગ–અલગ હેતુ માટે કરી છે જેમાં કોંગ્રેસે ૯, ભાજપે ૧૦, બહુજન સમાજ પાર્ટીએ બે અને આમ આદમી પાર્ટીએ બે અરજી કરી છે

print

Comments

comments

VOTING POLL