મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથનાં સાંનિધ્યેથી સ્વચ્છતાનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરશે

April 21, 2017 at 12:44 pm


ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. યાત્રાધામો સાથે જન-જન સુધી સ્વચ્છતા-સફાઈનો સંદેશો ગુંજતો કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સોમનાથનાં સાંનિધ્યમાં સ્વચ્છતાતો ખાસ તૈયાર કરાયેલ લોગો અને યાત્રાધામ બોર્ડની અÛતન કરાયેલ વેબસાઈટ આવતીકાલ સવારે 8-30 કલાકે લોન્ચ કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઈ ઠાકોર, રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને અ્રન્ય મંત્રીઆે મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોગોનાં અનાવરણ બાદ સોમનાથ પરિસરનાં 1.86 લાખ ચો.મીટર જેટલા વિસ્તારને આવરી લઈ સ્વચ્છતાની કામગીરીનો પણ પ્રારંભ કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિને ઉઝશઘર કરતા મહત્વનાં યાત્રાધામોમાં 24 કલાક સ્વચ્છતા જળવાઈ રહે જેને લીધે દેશ-વિદેશમાંથી આવતા યાત્રાળુઆે સારી ઈમેજ લઈને જવા સાથે યાત્રાળુઆેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જે સ્થાનિક લોકો માટે વિશેષ રીતે રોજગારી માધ્યમ બને છે. પ્રથમ તબક્કે ખાનગી એજન્સીને એક વર્ષ માટે સ્વચ્છતાથી કામગીરી સાેંપાયેલ છે. થર્ડ પાર્ટી ઈન્પેકશન બાદ સફાઈ અને સ્વચ્છતાથી ગુણવતા જળવાશે તો વધુ સમય કામગીરી સાેંપાશે.
આ પ્રસંગે પાંચ હજારથી વધુ ઉપસ્થિત મેદની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને મહાનુભાવો સ્વચ્છતાનો સંકલ્પ લઈ સોમનાથના સાંનિધ્યથી સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી ગુંજતો કરશે.
જિલ્લા કલેકટર ડો.અજયકુમારનાં માર્ગદર્શન તળે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની તૈયારીઆે પૂર્ણ કરવામાં આવી છે. આજે જિલ્લા કલેકટર સાથે વહીવટીતંત્રનાં અધિકારીઆે સોમનાથ મંદિર પરિસર તથા તમામ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

print

Comments

comments

VOTING POLL