મુળી તાલુકાના દુધઇ ગામે હવામાં ફાયરિગ થતાં દોડધામ

April 5, 2018 at 11:38 am


મૂળી તાલુકાનાં દુધઇ ગામે એકજ કોમનાં બે શખ્સો વચ્ચે અગાઉનાં ઝધડાનું દુઃખ રાખી બોલાચાલીબાદ એક રાઉન્ડ હવામાં ફાયરીગ કરાતા ચકચાર ફેલાઇ છે. જ્યારે પોલીસે આરોપીને પકડવા તપાસ શરુ કરી છે.મૂળી તાલુકામાં મારા-મારી અને ફાયરીગનાં બનાવો જાણે સામાન્ય બની રહ્યા ગયા છે. અને સામાન્ય વ્યકિતને તો રહેવુ મુશ્કેલી ભર્યું બન્યું છે. ત્યારે મૂળીનાં દુધઇ ગામે એકજ કોમનાં બે જુથ વચ્ચે અગાઉ ઝધડો થયો હતો. જેનું મન દુઃખ રાખી બુધવારે બપોરનાં સમયે એક સંપ કરી ત્રણ જેટલા શખ્સો ઘાતક હથીયાર ધારણ કરી બોલાચાલી બાદ હવામાં એક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનું મોઝુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસ સ્ટાફને આ અંગે જાણ થતા પી.એસ આઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નરેન્દ્રસિંહ કાસેલ, ડિ.કે.ડોડીયા સહિતનાં સ્થળ પર જઇ તપાસ આરંભી હતી. આ અંગે પી.એસઆઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે દુધઇમાં ફાયરીગ થયાનો બનાવ બન્યાે છે. અને ત્રણ જેટલા આરોપી છે. જેને પકડી પાડવા ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL