મુસ્લીમ સમાજની લાગણી દુભાય તે રીતે ટીપ્પણી કરનાર પદમપરનાે શખ્સ ઝડપાયો

June 14, 2018 at 9:15 pm


માંડવી પાેલીસ મથકે ફરીયાદ કરાઈ હતી

માંડવી તાલુકાના શિરવા ગામના યુવાને એક શખ્સની વિરૂદ્ધમાં પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ કરેલ ટીપ્પણી મુદ્દે ફરિયાદ કરી હતી. આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શિરવા ગામના આેસમાગની ઈબ્રાહીમ મેમણના જણાવ્યા પ્રમાણે ગત તા. 11-6ના તેઆેના મોબાઈલ નંબરના નિલોફર – ર ગ્રુપમાં રાત્રિ દરમિયાન એકે મેસેજ આવ્યો હતાે જેમાં પદમપરના મોહન સેંઘાણીએ મુસ્લીમ સમાજની ધા##352;મક લાગણી દુભાય તે રીતે મહમદ પયંગબર વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. તેમજ બન્ને સમાજ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવું અભદ્ર લખાણ લખ્યું હતું. આ ઘટનામાં માંડવી પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ હતી. જે આધારે આજે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અને તેને ગુના સબબ કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

print

Comments

comments

VOTING POLL