મુિસ્લમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-અઝહાની ઉમંગભેર ઉજવણી

August 22, 2018 at 12:55 pm


મુિસ્લમ સમાજે ઇદની ખાસ નમાજ અદા કરી એક બીજાને પાઠવી મુબારક બાદી ઃ પોલીસ તંત્રએ જાળવેલો બંદોબસ્ત

ભાવનગર શહેર અને જિલ્લામાં મુિસ્લમ બિરાદરોએ આજે ઇદ-ઉલ-અઝહાની ઉમંગભેર ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત ઇબ્રાહીમ અને તેમના પુત્ર હઝરત ઇસ્માઇલની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે જેને ઇદુદ-દોહા, બકરી ઇદ અને કુરબાનીની ઇદ પણ કહેવામાં આવે છે આજે મુિસ્લમ સમાજએ મિસ્જદમાં ઇદની ખાસ નમાજ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.
ભાવનગર શહેર અને જિલ્લાની જુદી-જુદી મિસ્જદોમાં આજના ઇદના પર્વે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને ગળે લગાડી ઇદની મુબારક બાદી અપાઇ હતી. ઇદ-ઉલ-અઝહાના તહેવાર નિમિત્તે મુિસ્લમોએ પોતાના મહુર્મ સ્વજનો માટે દુઆ કરવા કબ્રસ્તાનમાં જઇ કબર પર ફºલ ચઢાવી ફાતીહા પઢી દુઆ કરી હતી. આ દિવસે દાન આપવાનું મહત્વ પણ રહેલું છે. ઇદના તહેવાર નિમિત્તે મુિસ્લમ વિસ્તારોમાં સવારથી જ પોલીસ બંદોબસ્ત અને પેટ્રાેલીગ કરાયું હતું.

print

Comments

comments

VOTING POLL