મેં કયારેય મારા કો–સ્ટાર સાથે સેકસ નથી કયુ: સોનમ કપૂર

October 10, 2017 at 5:54 pm


સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એકટ્રેસ સોનમ કપૂર પોતાના સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોનમ કપૂર ભલે પોતાની કારકિર્દીમાં વધારે હિટ ફિલ્મો ન આપી શકી હોય પરંતુ તે પોતાના બિન્દાસ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે ઘણી વખત એવું કંઈક કહ્યું કે જેના કારણે તેની મજાક ઉડી હોય. આવું જ કઈં સોનમ કપૂરે નેહા ધૂપિયાના શોમાં કહ્યું જેની ખૂબ જ ટીકા થઈ રહી છે. સોનમ કપૂરને યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેની સાથે કામ કરનાર કો–સ્ટાર વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે. ત્યારે આ સવાલના જવાબમાં સોનમે એવું કંઇક કહ્યું હતું જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોને આશ્ચર્ય થયું હતું. સોનમે કહ્યું હતું કે મેં આજસુધી મારા કો–સ્ટાર સાથે સેકસ કયુ નથી. આ જ કારણ છે કે ઓનસ્ક્રિન તેની અને મારી જોડી પસદં કરવામાં આવે છે. સોનમ કપૂરના આ નિવેદન પછી તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.

આ પહેલા પણ સોનમ કપૂરને યારે પૂછવામાં આવ્યું હતું કે બોલિવૂડમાં સફળ થવા માટે સૌથી જરી શું છે? તો જવાબ આપતા સોનમે કહ્યું હતું કે મને લાગે છે કે જો તમારી પાસે સારો ફેસ છે. તો તમને લોકો એક એકટર તરીકે પસદં કરશે. સોનમ કપૂરે નીરજામાં શાનદાર એકિટગં કરીને સૌનું દિલ જીતી લીધું હતું. જોકે, આ ફિલ્મ ઉપરાંત સોનમની એવી કોઇ ફિલ્મ નથી. જે સફળ રહી હોય. સોનમે કહ્યું કે હત્પં મારા કો–સ્ટાર સાથે માત્ર ફિલ્મના સીનની વાત કં છું. તેની સાથે વધુ વાત કરતી નથી. આ જ કારણ છે કે મા નામ આજસુધી મારા કોઇ કો સ્ટાર સાથે જોડવામાં આવ્યું નથી. સોનમ ટૂંક સમયમાં જ ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળશે. આ ફિલ્મ દ્રારા કરિના કપૂર ખાન પણ ફરી બોલિવૂડમાં કમબેક કરશે.

print

Comments

comments

VOTING POLL