મેગાસ્ટાર ચિરંજીવીનો જલવો…: આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ માટે ખાડીના દેશોમાં રજા જાહેર

January 11, 2017 at 5:50 pm


મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘ખીલાડી નં.150’ આજથી આખી દુનિયામાં રિલિઝ થઈ રહી છે અને આ ફિલ્મ માટે ખાડીના દેશોની અનેક ક્ધસ્ટ્રક્શન કંપ્નીઓ અને અનેક અન્ય ફર્મે રજા જાહેર કરી દીધી છે. આ ફિલ્મ ખાડીના દેશોના લગભગ 500 થિયેટરની સ્ક્રીનમાં રિલિઝ થશે. એકલા યુએઈમાં આ ફિલ્મ 20 થિયેટરમાં રિલિઝ થઈ રહી છે.

દુબઈ ચિરંજીવી ફેન એસોસિએશનના અધ્યક્ષ ઓરુગંતિ સુબ્રમણ્યમ શમર્એિ જણાવ્યું કે અમે નોવો સિનેમામાં 11 જાન્યુઆરી પહેલાના શોની તમામ ટિકિટો બુક કરી લીધી છે. બીજી ભારતમાં પણ ચિરંજીવીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી આંધ્ર સહિતના રાજ્યોમાં ફિલ્મ રિલિઝને લઈને જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જો કે સાઉદી અરબમાં કેવળ એક જ થિયેટર છે પરંતુ ખાડીના અન્ય દેશોમાં ખેલાડી નં.150 દેખાડવામાં આવશે. ઓમાનના અમુક થિયેટરમાં ચિરંજીના પુત્ર રામચરનની ફિલ્મ ‘ધ્રુવ’ પણ દેખાડવામાં આવી હતી અને તે ઘણી સફળ રહી હતી. રિયાદના એક ક્ધસ્ટ્રક્શન વર્કર મસ્તાન શેખે બતાવ્યું કે અમારે માટે આજનો દિવસ તહેવાર જેવો છે. અમારો હિરો 10 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે અને અમે છેલ્લા ઘણા વર્ષોથી તેની રાહ જોઈ રહ્યા હતાં.
મસ્કતની અલ રિયાદ ક્ધસ્ટ્રક્શન અને ટ્રેડિંગ એલએલસી કંપ્નીએ ચિરંજીવીની તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બાદશાહો કા બાદશાહ’ જાહેર કરતાં આજે રજાની જાહેરાત કરી દીધી છે. ક્ધસ્ટ્રક્શન ફર્મના મેનેજર રામદાસ ચંદકાએ કહ્યું કે અમે આ ફિલ્મને લઈને રજા જાહેર કરી છે અને તેના કારણે અમારા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

print

Comments

comments

VOTING POLL