મેગા જોબફેરમાં ઉમટી પડેલા 25 હજારથી વધુ બેરોજગાર યુવાનો

February 17, 2017 at 3:18 pm


બેરોજગાર યુવાનોને મનપસંદ રોજગારીની તક મળી રહે અને સંચાલકને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે મેગા જોબફેર યોજાયો હતો અને તેમાં હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડયા હતા. મોટાભાગના યુવાનોને સ્થળ પર જ નોકરીના ઓર્ડર ઈસ્યુ કરી દેવાયા હતા. માતી સુઝુકીમાં બે હજાર યુવાનની ભરતી કરવાની છે અને તે માટે પરીક્ષા લેવામાં આવી હતી.
યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે 10 વાગ્યે યોજાયેલા સમારોહમાં કેન્દ્ર સરકારના માર્ગ-વાહન વ્યવહાર, હાઈ-વે, સિટીંગ, કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે અધ્યક્ષસ્થાને ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. જોબફેરનું ઉદ્ઘાટન કયર્િ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશના યુવાનોને રસ પડે તે ક્ષેત્રમાં નોકરી અને ચિ મુજબનું શિક્ષણ આપવું એ સરકારની પ્રાથમિકતા છે. દેશમાં પેદા થતી 10માંથી 7 નોકરી ગુજરાત સર્જે છે ત્યારે પ્રત્યેક લાયક ઉમેદવારને તેની લાયકાત મુજબની રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે ખંતપૂર્વકના પ્રયત્નો આદયર્િ છે. નોકરી દાતાઓને તેમની જરિયાત મુજબનું કૌશલ્ય સભર માનવબળ પુરું પાહવા અને નોકરી ઈચ્છુકોને રોજગાર આપવા માટેનું એક યોગ્ય પ્લેટફોર્મ મેગા જોબફેર છે જેના માટે રાજ્ય સરકાર કૃત નિશ્ર્ચતયી છે એમ પણ માંડવિયાએ ઉમેર્યું હતું.
તાલીમ અને રોજગાર વિભાગના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના નાયબ નિયામક જી.એન. પારેખે સ્વાગત-પ્રવચનમાં મેગા જોબફેરની પ્રસ્તાવિક ભૂમિકા રજૂ કરી હતી. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ તમામ મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની રાહબરી હેઠળ ગુજરાતના યુવાનોને રોજગારી પુરી પાડવાનો આ જોબ ફેરનો આશય છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી રાજ્યમાં આવેલી બહરાષ્ટ્રીય કંપ્નીઓએ ગુજરાતમાં રોજગારી સર્જનનું વાતાવરણ ઉભું કર્યું છે જેનો મહત્તમ લાભ લેવા રાદડિયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. રાજ્યભરના 11 જિલ્લાઓમાં યોજાઈ રહેલા મેગા જોબફેર થકી ગુજરાતમાં વિકાસની નવી લહેર દોડશે એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, સંસદસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નારણભાઈ કાછડિયા, રાજેશભાઈ ચુડાસમા, કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સિન્ડિકેટ સભ્ય નેહલભાઈ શુકલ, મેહલભાઈ પાણી, પ્રવાસન નિગમના ડાયરેકટર માંધાતાસિંહ જાડેજા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, ગૌસેવા આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પ્રાંત અધિકારી પી.એન. ડોબરિયા, પ્રજ્ઞેશ જાની, મામલતદાર વિજય વસાણી ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાના ધારાસભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મેગા જોબફેરમાં અનેક મોટી કંપ્નીઓએ ભાગ લીધો છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલા વાઈબ્રન્ટ સમીટના કાર્યક્રમમાં એમઓયુ કરનાર કંપ્નીઓ પણ બેરોજગાર યુવાનોને નોકરી આપવા માટે આજે મેગા જોબફેરમાં હાજર રહી હતી. સવારથી શ થયેલ મેગા જોબફેર સાંજે મોડે સુધી ચાલુ રહ્યો હતો અને બપોરે અરજદારોને ફૂડ પેકેટ અપાયા હતા. 20 હજાર ફૂડ પેકેટ બનાવવાની જવાબદારી રાજકોટ જિલ્લા જેલને સોંપવામાં આવી હતી.
જોબફેરની સફળતા માટે પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો, મામલતદારો સહિત 160 જેટલા રેવન્યુ કર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીનું સમગ્ર તંત્ર પણ આજે આખો દિવસ ખડેપગે રહ્યું હતું. સુરત, અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેગા જોબફેર યોજવામાં આવ્યા હતા અને રાજકોટમાં આજે તેનું સમાપ્ન કરવામાં આવ્યું છે. મેગા જોબફેર દ્વારા 51 હજાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનો સરકારનો લક્ષ્યાંક હતો પરંતુ તે લક્ષ્યાંક 60 હજારને પાર કરી ગયો છે.

print

Comments

comments

VOTING POLL