મેટલિક કા જાદુ ચલ ગયા

December 7, 2017 at 6:57 pm


નવા વર્ષની પાર્ટી માટે જો તમે તમારા દેખાવમાં બદલાવ લાવવા માગતા હોવ તો આ વર્ષે મેટલિક રંગના પરિધાનને તમારા વોર્ડરોબમાં સ્થાન આપો. પાર્ટીમાં રાત્રિના સમયે તે પહેર્યો હશે તો તમે પસંદ કરેલા મેટલિક રંગની ઝગમગાહટને કારણે આકર્ષણનું કેન્દ્ર આપોઆપ બની શકો છો. શાઈનિંગ કે ડલ ફિનિશ ઉપર પણ પસંદગી ઉતારી શકો છો.
મેટલિક ડ્રેસનો ટ્રેન્ડ આજકાલ ફેશન નિષ્ણાતોના પસંદગીના લિસ્ટમાં મોખરે જોવા મળે છે. આ ટેક્સચરમાં આપ વનપીસ અથવા ગાઉનની ઉપર પસંદગી ઉતારી શકો છો. ગોલ્ડ, સિલ્વર કે બ્રાેન્ઝ પાર્ટીમાં આપને અન્યથી અલગ આકર્ષક બનાવી દેશે.
પેેન્ટથી લઈને સ્કર્ટમાં પણ આ રંગનો ઉપયોગ આપ કરી શકો છો. કેટલાંક લોકો એવા પણ જોવા મળે છે કે જેઆે આ રંગના આઉટફિટ પહેરવાનું ટાળતા હોય છે. તેમને માટે મેટલિક રંગ એટલે વધુ પડતી શાઈનિંગ વાળો રંગ ગણવામાં આવે છે.
મેટલિક રંગમાં પણ આપ એવો રંગ પસંદ કરી શકો છો જેનો ચળકાટ તો હોય પણ તેનું ફિનિશિંગ આછું હોય. ડલ ફિનિશમાં મળતાં ડ્રેસનો ઉપયોગ આપ દિવસના સમયે વધુ પડતો પ્રકાશ હોય ત્યારે કરી શકો છો.
એક્સેસરીઝ
વિવિધ પ્રકારના ડ્રેસમાં જ નહી પણ એક્સેસરીઝમાં પણ આપ ઉપયોગ કરી શકો છો. તમારા દેખાવને ગ્લેમરસ ટચ આપવા માટે મેટલિક રંગનો ઉપયોગ આપ બેલ્ટ, જ્વેલરી, હેન્ડબેગ કે શૂઝમાં પણ પસંદ કરી શકો છો. જો આપનો ડ્રેસ મેટલિક રંગનો હોય તો તેની સાથે ન્યૂટ્રલ શેડ્ઝ જેવા કે બેઝ ગ્રે, સફેદ કે કાળા રંગના શેડ્ઝને પણ પસંદ કરી શકો છો. વધુ પડતી શાઈનિંગ આપને વધુ પડતું ભપકાદાર બનાવી શકે છે. જો આપ યોગ્ય અને મર્યાદિત માત્રામાં શાઈનિગં ધરાવતો ડ્રેસ પસંદ કરો તો તેની સાથે મેકઅપ આેછો કરવો. મેટલિક રંગનો ઉપયોગ કરવાનું આપ પસંદ કરો ત્યારે તેનો ઉપયોગ થોડી સાવધાની સાથે કરવો આવશ્યક છે. મેટલિક ફેશન વિશેની પૂરતી જાણકારી આપની પાસે ન હોય તો મેળવી લો. જેથી મજાકનું પાત્ર ન બનાય.
ગાઉન
મેટલિક ગાઉન પહેરવાનું પસંદ કરો તો તેની ઉપર અન્ય પ્રકારની ડિઝાઈન ન કરાવો. જેટલો સાદો રાખશો તેટલા ગાઉન પહેરવાથી આપ આકર્ષક અને સુંદર દેખાશો. મેટલિક ગાઉનમાં આૅફ શોલ્ડર તમારા દેખાવને શાનદાર બનાવી શકે છે. સિલ્વર રંગ ઉપર સિલ્વર કે આેછી શાઈનિંગ ધરાવતો ગોલ્ડન કલર પણ આકર્ષક દેખાય છે. ગાઉનની સાથે વધુ પડતી ઍક્સેસરીઝ પહેરવાનું ટાળવું.
લાઈનિંગ વનપીસ
મેટલિક રંગનો ઉપયોગ કરવાનું પસંદ કરો તો તેમાં લાઈનિંગવાળું કપડું પસંદ કરવું. જેમાં આૅફ શોલ્ડરને બદલે ફૂલ સ્લીવ પણ પસંદ કરી શકો છો. ઠંડીની મોસમ શરુ થઈ ગઈ છે. તેથી ફૂલ સ્લીવ એક સાથે બે કામ કરશે. એક તો આપના લૂકને ફેશનેબલ બનાવશે બીજું તમને ઠંડીથી રાહત પણ અપાવશે. સિલ્વર કે ગોલ્ડન વનપીસ ડ્રેસની સાથે આપ ચેસ્ટફિલ્ડ કોટ કે હંટર કોટનો ઉપયોગ કરી શકો છો. લાઈનિંગ સાથે આ પ્રકારના કોટનું મેચિંગ તમારા લૂકને જરુર આકર્ષક બનાવી દેશે. મેટલિક રંગનો ઉપયોગ કરીને વનપીસ પહેરવાનું પસંદ કરો ત્યારે જ્વેલરી એકદમ લાઈટ વેઈટ હોય તેવી પસંદ કરો, જે તમારું લૂક એલિગન્ટ બનાવશે.
ટોપ-બોટમ
મેટલિક ટોપ કે મેટમિલક બોટમમાંથી કોઈપણ એકની ઉપર પસંદગી ઉતારો. ટોપ મેટલિક પસંદ કરો તો ટ્રાઉઝર કે સ્કર્ટ પ્લેન પસંદ કરો. બોટમમાં ગોલ્ડ, બ્રાઉન, બ્લેક કે મેસી શેડસ્ પસંદ કરો તો તેની સાથે સફેદ શર્ટ આકર્ષક દેખાશે. જ્વેલરી બની શકે તેટલી આેછી પહેરવાનું પસંદ કરો. મોટી હેન્ડબેગને લેવાનું પણ ટાળો. લેધર ક્લચનો ઉપયોગ કરો.
જેકેટ
ઠંડીની મોસમમાં નવાં વર્ષને વધાવવા પાર્ટીમાં જવાનું તો આજકાલ સામાન્ય બની ગયું છે. પાર્ટીમાં સ્ટાઈલિસ્ટ દેખાવા માટે જેકેટ, સ્કાર્ફ કે શૂઝમાં પણ જો મેટલિક રંગ ઉપર પસંદગી ઉતારશો તો તમારા લૂકને આકર્ષક બનાવવાની સાથે અન્ય માટે પણ વિશિષ્ટ સ્ટાઈલનું ઉદાહરણ પૂરું પાડી શકશો.

print

Comments

comments

VOTING POLL