મેડમ તુસાદમાં અનુષ્કાનું બોલતુ સ્ટેચ્યુ રખાશેઃ આવુ સન્માન મેળવનારી પહેલી ભારતીય હિરોઈન

July 12, 2018 at 11:00 am


અનુષ્કા શમાર્ બોલિવૂડની ટોપ હિરોઇનમાંની એક છે. ઘણી ફિલ્મોમાં તેની એિક્ટંગથી છવાઇ ગઇ છે. પણ હવે તેના નામે વધુ એક સન્માન જોડાવવા જઇ રહ્યું છે. જે વિશે જાણીને ફેન્સ જરુરથી ખુશી થશે કે અનુષ્કાનું જે વેક્સ સ્ટેજ્યુ લાગવાનું છે તે ઘણું જ ખાસ છે. આ સ્ટેચ્યુ બોલતુ હશે.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શમાર્નું સિંગાપોરનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યુ લાગવાનું છે પણ આ વેક્સ સ્ટેચ્યુની ખાસ વાત એ છે કે એવું પહેલી વખત બનશે જ્યારે કોઇ સેલિબ્રિટીનું બોલતુ સ્ટેચ્યુ રાખવામાં આવશે. આ સ્ટેચ્યુમાં એવું ફિચર મુકવામાં આવશે જે વાત કરી શકે.
મેડમ તુસાદ મ્યુઝિયમ અનુષ્કાનાં આ બોલતા ફિચર વાળુ સ્ટેચ્યુ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે. મ્યુઝિયમમાં અનુષ્કાનું સ્ટેચ્યુ ફોન પકડેલું હશે. મેડમ તુસાદ સિંગાપોરનાં જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે, અનુષ્કાનું સ્ટેચ્યુ મુકાવવા માટે દર્શકોએ તેમને અનુરોધ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL