મેડિકલમાં પાસ કરાવી દેવા માટેના કૌભાંડ સંદર્ભે તપાસ સમિતિની રચના

May 16, 2018 at 4:20 pm


સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાશાખામાં પાસ કરી દેવા માટે પેપર દીઠ રૂપિયા સવા લાખની માગણી થતી હોવાની આેડિયો-વીડિયો િક્લપિંગ ફરતાં આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ગુજરાત પ્રદેશ કાેંગ્રેસના પ્રવકતા ડો.નિદત બારોટે ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયા સમક્ષ આધાર-પુરાવાઆે સાથે રજૂઆત કરી હતી અને કુલપતિએ આ સમગ્ર પ્રકરણની તપાસ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. યુનિવસિર્ટીના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ આ કમિટીમાં ડો.નિદત બારોટ, પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, જામનગર મેડિકલ કોલેજના ડો.નંદિની દેસાઈ અને ડો.જતીન ભટ્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. કમિટીની રચનાની અને તેમાં નિમણૂકની સત્તાવાર જાહેરાત કરાયા બાદ હવે યુનિવસિર્ટીના રજિસ્ટાર તરફથી તપાસ માટે વિધિવત આેર્ડર ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ એકાદ-બે દિવસમાં જ કમિટી પોતાની કામગીરી શરૂ કરી દેશે.

કમિટીના સભ્ય ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં સી.યુ. શાહ કોલેજનો કર્મચારી આેડિયો-વીડિયો િક્લપિંગમાં સ્પષ્ટ દેખાય છે. તેમના જવાબ લેવામાં આવશે સાથોસાથ તેમણે જે વિદ્યાર્થી સાથે વાત કરી છે તે વિદ્યાર્થીની પણ પૂછપરછ કરવામાં આવશે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજનો આ વિદ્યાર્થી પૈસા લીધા બાદ કોની પાસે અને કેવી રીતે કામ કરાવતો હતો તેની વિગતો પણ મેળવવામાં આવશે અને તપાસનો અહેવાલ યુનિવસિર્ટીમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL