મેથળા બંધારામાં પડેલા બે મોટા ગાબડા પુરથી ફરી શ્રમયજ્ઞ શરૂ

August 3, 2018 at 12:07 pm


સિમેન્ટની ખાલી થેલીઆેમાં રેતી ભરીને વરસાદી પાણી બચાવવાનો ફરી પ્રયાસ

તળાજા તાલુકાના દરીયા કિનારે આવેલ ગામડાઆેની ખારી થયેલ જમીનને મીઠાપાણીનો સંગ્રહ કરી ફરીને ફળદ્રºપ કરવા માટે ખેડુતો, શ્રમજીવીઆેએ દાતાઆેની સખાવતથી મેથળા ખાતે બાંધેલ બંધારો અતિશય વરસાદને લઇ તુટી ગયો હતો. પાળાના બે ભાગમાં પડેલા ગાબડાઆે ફરીને મરામત કરી ખેડુતોએ ફરી વરસાદના મીઠાપાણીને રોકવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
‘અપના હાથ જગન્નાથ’ના સુત્રને સાથેક કરનાર તળાજા-મહુવા વિસ્તારના દરીયા કાંઠાના ખેડુતો-ખેતમજુરો ફરી કુદરતની સામે બાય ભીડવા તૈયાર થયા છે. બંધારાના કામને લઇ 25-25 વર્ષથી માંગન સંતોષી શકનાર મેથળા વિસ્તારના ખેડુતોએ ત્રણ માસની અંદરજ શ્રમદાન કરી દરીયાના ખારા પાણીને અટકાવવા અને વરસાદના ઉડાપાણીનો સંગ્રહ કરવા માટે એક કિ.મી. જેટલો પાળો બાંધી દિધો હતો.
ભારે વરસાદના પગલે આવેલા ઘોડાપુરના કારણે બંધારામાં બે ગાબડાઆે પડી ગયા હતા. બંધારા સમીતીના નાગજીભાઈ મેરના જણાવ્યા પ્રમાણે આજથી ફરી બંધારામાં સાંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાે છે. જેસીબી જેવા આધુનિક મશીન ચાલી શકે તેમ નથી. આથી શ્રમદાતાઆે દ્વારા સિમેન્ટની થેલીઆેમાં રેતીભરીને આડશ ઉભી કરી હવે પછી વરસાદ વરસેતો મીઠાપાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આજથી શરૂ થયેલ કામ દસ દિવસ જેટલુ ચાલી શકે તેમ છે. આિથર્ક સંકડામણ વચ્ચે પણ ખેડુતો ફરી સરકારની રાહ જોયા વગર જ ‘અપના હાથ જગન્નાથ’ માનીને કામે લાગી ગયા છે.

print

Comments

comments

VOTING POLL