મેયરના વોર્ડમાં મતદાર સ્લીપમાં બેફામ ગોટાળા

December 7, 2017 at 3:21 pm


રાજકોટ મહાપાલિકાના મેયરના મત વિસ્તાર વોર્ડ નં.14માં મતદારોને સ્લીપ વિતરણ કરાતાની સાથે જ દેકારો બોલી ગયાનું જાણવા મળે છે. મતદાર યાદીની મતદાતા સ્લીપમાં કુંવારી યુવતીને પરિણીત દશર્વિાઈ છે! તેમજ સ્ત્રીના નામ સામે પુરુષનો ફોટો અને પુરુષના નામ સામે સ્ત્રીનો ફોટો મુકતા હોબાળો થઈ ગયો છે.
વિશેષમાં આ અંગે મહાપાલિકાના વિપક્ષી નેતાના પી.એ.ગજેન્દ્રસિંહ ઝાલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અપરિણીત યુવતીને પરિણીત દશર્વિાઈ છે તેમજ અમુક મતદારોને બબ્બે કાપલી મળી છે અને તેમાં બન્નેમાં એક જ મતદારના એપિક નંબર અલગ અલગ દશર્વિાયા છે આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવા તજવીજ શ કરાયાનું તેમણે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL