મેયર ચેમ્બરમાં દાણાપીઠના વેપારીઆે ધસી આવ્યા

May 16, 2018 at 3:37 pm


રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે બપોરે દાણાપીઠના વેપારી આગેવાનો ધસી આવ્યા હતા અને મેયર ડો.જૈમન ઉપાધ્યાયને આવેદનપત્ર પાઠવી સફાઈ, સ્ટ્રીટલાઈટ અને રસ્તા સહિતના પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી હતી.

ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ કેસરીયા, સેક્રેટરી જૈન મહાજન શ્રેષ્ઠી મહેશભાઈ મહેતા અને વેપારી અગ્રણી તરૂણભાઈ વાઘવાણી સહિતના વેપારી આગેવાનો આજે મેયર ચેમ્બરમાં આવી પહાેંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી દાણાપીઠમાં નિયમિત સફાઈ થાય તે માટે રજૂઆત કરી હતી.

દાણાપીઠ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નહી હોવાની તેમજ અગાઉ પણ આ અંગે અવારનવાર લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી સફાઈ કામગીરી નિયમિત ધોરણે કરવામાં આવતી નથી તે અંગે યોગ્ય કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત દાણાપીઠમાં સ્ટ્રીટલાઈટ તેમજ રસ્તાના પ્રñે યોગ્ય કરવા માગણી કરી હતી.

print

Comments

comments

VOTING POLL