મેયર–મ્યુ.કમિશનર બે દિવસ મુંબઈના પ્રવાસે

May 19, 2017 at 6:22 pm


રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આજથી બે દિવસ મુંબઈના પ્રવાસે ગયા છે. આજે સવારે તેઓ મુંબઈ પહોંચ્યા છે અને ત્યાં આગળ આયોજિત કોન્ફરન્સ ‘મ્યુનિસિપાલિકા–૨૦૧૭’માં હાજરી આપી છે. આ કોન્ફરન્સમાં અર્બન ડેવલપમેન્ટ, કલાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોમિગ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા–વિચારણા કરવામાં આવનાર છે.

ઉપરોકત કોન્ફરન્સમાં દેશના વિવિધ મહાનગરોના મેયર અને મ્યુનિ.કમિશનરો હાજરી આપનાર છે. આ ઉપરાંત વિદેશના અમુક શહેરોના મેયર તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપનાર હોવાનું જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL