મેરી કોમે ઈતિહાસ સજીૅ દીધો : છઠ્ઠીવાર ચેમ્પિયન

November 24, 2018 at 8:14 pm


સુપર મોમ એમએસી મેરી કોમે આજે પાેતાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છું ઉમેરી લીધું હતું. વર્લ્ડ ચેÂમ્પયનશીપમાં ટ્રાેફી સિક્સર લગાવીને મેરીકોમે ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી જાદવ હોલમાં યોજાયેલી 48 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલ ફાઈટમાં મેરીકોમે યુક્રેનની હન્નાહ આેકોતાને હાર આપી હતી. આની સાથે જ વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત મહિલા વિશ્વકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ બીજી વખત બન્યું છે જ્યારે મેરીકોમે ટ્રાેફીને લઈને ફાઈનલ ફાઈટ સ્થાનિક ચાહકો વચ્ચે યોજાઈ હતી. આ અગાઉ 2006માં ભારતમાં જ રીંગમાં ઉતરી હતી. અહીં મેરીકોમે લાઈટ ફ્લાઈવેટ 48 કિલોગ્રામમાં રોમાનિયાની સ્ટેલિકા દુતાને હાર આપીને પાંચમી વખત તાજ જીત્યો હતાે. આ જીતની સાથે જ 35 વષીૅય સ્ટાર ભારતીય બાેક્સર આયલેૅન્ડની કેટી ટેલરને પાછળ છોડીને સાૈથી વધુ છ વખત વર્લ્ડ ચેÂમ્પયનશીપ જીતનાર ખેલાડી બની ગઈ હતી અને પ્રથમ બાેક્સર બનવાની સિદ્ધી મેળવી હતી. આ અગાઉ મેરીકોમ અને ટેલરે પાંચ પાંચ વખત ટ્રાેફી જીતી હતી. એટલું જ નહીં વર્લ્ડ ચેÂમ્પયનશીપના ઈતિહાસમાં છ વખત વર્લ્ડ રેકોર્ડ સાથે જીત મેળવનારી મેરીકોમે ઉલ્લેખનિય દેખાવ કયોૅ છે. છ વખત ચેÂમ્પયન બનવાનું ગાૈરવ મેરીકોમ પહેલા પુરૂષ બાેક્સરમાં ક્યુબાના ફેલીક્સ સેવોન છે. સેવોને 1997માં બુઢાપેસ્ટમાં આયોજિત ચેÂમ્પયનશીપમાં ગાેલ્ડ જીતીને આ રેકોર્ડ પાેતાના નામ ઉપર કરવામાં સફળતા મેળવી હતી. આજે રમાયેલી ફાઈનલ ફાઈટમાં બંને બાેક્સરોની વાત કરવામાં આવે તાે બંનેની વયમાં 13 વર્ષના અંતરની સ્થિતિ હતી. યુક્રેનની બાેક્સર હન્નાહ હજુ 22 વર્ષની છે પરંતુ પાેતાના શાનદાર ગેમના કારણે હંટર નામથી આેળખ ઉભી કરી દીધી છે. યુરોપિયન યુથ ચેÂમ્પયનશીપમાં તે બ્રાેન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. પહેલા રાઉન્ડમાં મેરીકોમ છવાયેલી રહી હતી અને રીંગમાં ઉતરતાની સાથે જ વિપક્ષી ખેલાડી ઉપર પ્રહાર કર્યા હતા. જોકે આક્રમકતાના કારણે હન્નાહની સાથે જ રીંગમાં પડી ગઈ હતી. મેરીકોમે જોરદાર રમત રમી હતી. બીજી બાજુ હરીફ ખેલાડીએ પણ શાનદાર રમત રમી હતી. છેલ્લા રાઉન્ડમાં મેરીકોમ પહેલાથી વધારે આક્રમક દેખાઈ હતી. આની સાથે જ તેની જીત થઈ હતી. મેરી કમ ભારતમાં સાૈથી લોકપ્રિય બાેક્સર તરીકે ઉભરી છે.

print

Comments

comments

VOTING POLL