‘મેરે સાઈ’ના સેટ પર મહિલા ચાહકે કર્યું કંઈક આવું કામ

February 14, 2018 at 1:06 pm


આપણો દેશ એવો છે કે, જ્યાં લોકો સેલિબ્રિટીઝને પોતાના આદર્શ માને છે અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. સોની એન્ટરટેનમેન્ટના શો ‘મેરે સાઈ’ના સેટ પર પણ આવું જ કંઈક જોવા મળ્યું.સિરિયલના સેટ પર અબીર સૂફી સાઈબાબાનું પાત્ર ભજવી રહ્યો છે. તેના અભિનયનથી મંત્રમુગ્ધ થઈને એક ચાહકે તેનું નામ બદલીને રીબા રાખી લીધું, જે એક્ટરના નામથી ઊલટું છે.આ ફેન હાલમાં જ સેટ પર પહોંચી હતી. તે સેટ પર તમામ કલાકારોને મળી હતી. ખાસ તો અબીરને મળીને ખૂબ ખુશ થઈ હતી.અબીર કહે છે કે, ‘જે દિવસે આ શો શરૂ થયો, દર્શકોએ સતત મારી પર પ્રેમ વરસાવ્યો છે. ઘણા લોકો સેટ પર આવે છે અને તેમણે એવું વ્યક્ત પણ કર્યું છે કે, તેઓ સાઈબાબાની જીવનગાથા જોઈને કેટલા ખુશ હતા. હાલમાં જ એક મહિલા મને મળી હતી અને તેણે મને કહ્યું કે, તેણે તેનું નામ બદલીને રીબા રાખી લીધું છે, જે મારા નામથી ઊલટું છે. તેનો આ ભાવ મારા હૃદયને સ્પર્શી ગયો હતો.’

print

Comments

comments

VOTING POLL