મોંઘવારી પાંચ ટકાથી ઉપર જવાનું અનુમાન

January 12, 2018 at 11:35 am


આરબીઆઈના તમામ પ્રયાસો છતાં જથ્થાબધં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ૪૦ અર્થશાક્રીઓના અનુમાન અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી પાંચ ટકાથી પાર થઈ જશે જે ૧૭ ટકાના ઉચ્ચત્તમ સ્તર પર હશે. મોંઘવારીના આંકડા આજે જારી થશે.

અનુમાન અનુસાર ખાધ ઉત્પાદનોના ભાવમાં વધારાથી નવેમ્બરમાં જથ્થાબધં મોંઘવારી ૪.૮૮ ટકા સુધી પહોંચી હતી જે જૂલાઈ ૨૦૧૬થી ૧૫ માસનું ઉચ્ચત્તમ સ્તર હતું. યારે ડિસેમ્બરમાં જો મોંઘવારી ૫.૧ ટકાનો આંકડો સ્પર્શી લેશે તો તે ૧૭ માસમાં સૌથી ઉંચુ સ્તર હશે. રિઝર્વ બેન્કે ડિસેમ્બરની સમીક્ષા દરમિયાન નીતિગત વ્યાજદરોને યથાવત રાખ્યા હતા અને ચેતવણી આપી હતી કે કિંમતો પર દબાણ જોતાં તમામ વિકલ્પો ખુલ્લા છે. રિઝર્વ બેન્ક નાણાકીય વર્ષમાં મોંઘવારીને ચાર ટકાની આસપાસ સ્થિર રાખવા માગે છે પરંતુ તેમાં ઉછાળો ચિંતા વધારી શકે છે. આરબીઆઈએ છેલ્લા છ માસમાં સતત મોંઘવારી દરનું અનુમાન વધાયુ છે. તેના ૪.૩થી ૪.૭ ટકાની વચ્ચે રહેવાનું અનુમાન વ્યકત કયુ છે.
અર્થશાક્રીઓએ અનુમાન લગાવ્યું છે કે નવેમ્બરમાં ઔધોગિક ઉત્પાદન વૃદ્ધિદર ૪.૪ ટકા રહી શકે છે જે ઓકટોબરમાં ૨.૨ ટકાની નજીક હતી. આ અનુમાન જણાવે છે કે અર્થવ્યવસ્થા જીએસટીના પ્રભાવમાંથી બહાર આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL