મોંઘા ડીઝલ, ટોલ અને પ્રિમીયમ પર હવે ટ્રક માલિકોની હડતાલની ચિમકી

June 11, 2018 at 10:49 am


ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં હડતાલનું બ્યુગલ ફરી એક વખત સાંભળવા મળી શકે છે. આ વખતે પણ એ જ ત્રણ મુદ્દા છે જેને લઈને દર વખતે ટ્રકચાલકો હડતાલ કરી દે છે મતલબ કે ડીઝલના ભાવ, ટોલદર અને થર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ પ્રિમીયમ મુદ્દે ટ્રકચાલકોની નારાજગી હજુ પણ યથાવત જ છે. આ વખતે આ ત્રણેય મુદ્દા એક સાથે ગરમાયા છે એટલા માટે સરકાર સામે કપરો પડકાર રહેશે. આ વખતે હડતાલનું એલાન ટ્રકરે કર્યું છે. ટ્રકર એટલે કે એવા ટ્રક માલિક જેમની પાસે એકથી 10 ટ્રકોનો કાફલો હોય છે અને જે ટ્રાન્સપોર્ટરો એટલે કે સામાનના વહન માટે માલ બુક કરાવનારા ગુડસ બુકિંગ એજન્ટોને ભાડા પર ટ્રક આપે છે.
ટ્રકરોનું પ્રતિનિધિત્વ ઓલ ઈન્ડિયા ક્ધફેડરેશન ઓફ ગુડસ વ્હીકલ ઓનર્સ એસોસિએશનના હાથમાં છે. આ ટ્રાન્સપોર્ટરોના સંગઠન ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસથી અલગ છે.

અત્યાર સુધી મોટાભાગની હડતાલ ટ્રાન્સપોર્ટરોના સંગઠનના આહ્વાન પર થઈ છે. આ જ કારણ છે કે હાલની સરકારે ટ્રાન્સપોટરોના સંગઠનને શઆતથી સાધી રાખી છે પરંતુ આ વખતે ઓલ ઈન્ડિયા ક્ધફેડરેશન ઓફ ગુડસ વ્હીકલ ઓનર્સ એસોસિએશને 18 જૂનથી અનિશ્ર્ચિતકાળથી ચક્કાજામનું અલ્ટીમેટમ આપ્યું છે. થર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ પ્રિમીયમમાં વધારા વિરુદ્ધ ઉપરોક્ત સંગઠનના આહ્વાન બર બે વર્ષ પહેલાં થયેલી હડતાલ સફળ રહી હતી અને વીમા કંપ્નીઓને પ્રિમીયમ ઘટાડવા માટે મજબૂર થવું પડયું હતું.

print

Comments

comments

VOTING POLL