મોચીબજારમાં કાર પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી: દંપતી ઘવાયું

August 12, 2017 at 1:31 pm


મોચી બજારમાં તીલક પ્લોટમાં ગત રાત્રે કાર પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બે કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ મારામારીમાં દંપતિ ઘવાયું હતું.
32 વર્ષિય શકીનાબેન મહેબુબ હાસમ ચૌહાણે નોંધાવેલી ફરિયાદના આધારે ગત રાત્રે તેના પતિએ જગદીશબાબુ અઘેરાને કાર સાઈડમાં રાખવા જણાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના સાગરીતો મુકેશ બાબુ, પોતાની પત્ની અને ચાર શખસોને બોલાવી લાકડાના ધોકા અને પાઈપ વડે હમલો કર્યો હતો. શકીના અને તેના પતિને ઈજા થઈ હતી. આ બનાવમાં જગદીશ અઘેરાએ મહેબુબ ચૌહાણ, એઝાજ હાસમ ચૌહાણ અને હાસમ કાસમ વિધ્ધ વળતી ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં જગદીશના ઘર નજીક ત્રણ શખસોએ કાર પાર્ક કરવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચાયર્િ હતાં અને જગદીશ તથા તેના ભાઈ મુકેશને ફડાકાવાળી કરી ઈકો કાર તથા વેન કારમાં તોડફોડ કરી હોવાનો આરોપ મુકયો હતો.
બીજી બાજુ લક્ષ્મીનગર મેઇન રોડ પર ત્રિવેણી સંગમ કોમ્પલેક્ષ સામે આરોપી હિતેશ કિશોર ચાવડા, કિશોર ચાવડા અને જયપાલ દીલીપ સોલંકીએ મળીને ગત મોડી રાત્રે વિવેક ઉર્ફે અભી હરેશ દેથડીયા (રહે.અમરનગર)ને છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ વિશે હરેશભાઈ દેથરીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી શખસોએ પ્રેમ પ્રકરણનો ખાર રાખી વિવેક ઉર્ફે અભિ સાથે મારામારી કરી હતી. ત્રણેય હમલાખોર લક્ષ્મીનગર વિસ્તારમાં રહે છે.

print

Comments

comments

VOTING POLL