મોટર ચાલુ કરતી વેળાએ ઈલેકટ્રીક શોક લાગતા મહિલાનું મોત

October 12, 2017 at 3:07 pm


રાજકોટની ભાગોળે આવેલ ભીચરી ગામે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં ઈલેકટ્રીક શોક લાગતા આહિર મહિલાનું મોત નીપજતા પરિવારમાં કણ કલ્પાંત સર્જાયો છે.
બનાવ અંગેની પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ ભીચરી ગામે રહેતી જાનબાઈબેન ઉમેશભાઈ બોરીચા ઉ.વ.51 નામની આહિર મહિલા આજે સવારે નવ વાગ્યે ઘરે હતી ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતાં મહિલાને ઈલેકટ્રીક શોક લાગતા બેભાન હાલતમાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃતક જાહેર કરતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
જયારે અન્ય એક બનાવમાં મુળ રાજસ્તાનનો વતની અને હાલ ગોંડલ રોડ પર રહેતો બિરજુભાઈ પંડિત ઉ.વ.48 નામનો પરપ્રાંતીય યુવાન આજે સવારે રાજકમલ પેટ્રોલપંપ પાસે રોડ પર પડી જતાં બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃતક જાહેર કર્યો હતો.
બિમારી સબબ બાળકીનું મોત
આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્કમાં રહેતા અનિલભાઈ ગિડાની ચાર મહિનાની બાળકી જાનવી તે બિમારી સબબ સારવારમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પરજ પરના તબીબોએ મૃતક જાહેર કરતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL