મોટાકપાયામાં રેતી ચોરીનાે પદાૅફાશ : 10ની અટક

September 14, 2018 at 9:15 pm


38 લાખનાે મુદ્દામાલ કબ્જે કરાયો ઃ રાજકીય પદાધિકારીઆેની સંડોવણીની ચર્ચા

મુન્દ્રા તાલુકાના મોટાકપાયા ગામની ભુખી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીનાે એલસીબીની ટીમે પદાૅફાશ કયોૅ છે. આ બનાવમાં દસ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 38 લાખનાે મુદ્દામાલ કબ્જે કરાયો છે.

જાણવા મળતી વિગતાે મુજબ ભુખી નદીમાં દરોડો પાડતા મંગરા ગામના ચંદ્રિંસહ વિરમજી જાડેજાની આગેવાની હેઠળ લોડર મારફતે ડમ્પર અને ટ્રેક્ટરોમાં ગેરકાયદેસર રીતે લીઝ તથા રોયલ્ટી વગર રેતી ચોરી કરવામાં આવતી હતી. સ્થળ પર પાેલીસે 3ર ટન રેતી કિ.રૂા. 9600, 7 ટ્રેક્ટર કિ.રૂા. 38 લાખ, 9 મોબાઈલ કિ.રૂા. 1ર000 સહિત 38ર1600નાે મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ બનાવમાં મંગરા ગામના વિનાેદ દામજી ધુવા, રવિ હિરજી મહેશ્વરી, તાેશીફ ગુલમામદ તુર્ક, શંકર કાનજી ઘેડા, હનીફ દાઉદ સાંધ, ઈરફાન દાઉદ સાંધ, જયેન્દ્રિંસહ સામતજી પીંગલ, સિધિક અલીમામદ જુણેજા, હરેશ જેસંગ જોગીની અટક કરવામાં આવી છે. સીઆરપીસી 41(1)ડી મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ મુદ્દામાલ મુન્દ્રા પાેલીસ મથકે લઈ જવાયો હતાે. કાર્યવાહીમાં ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી.આેસુરા સહિતનાે પાેલીસ સ્ટાફ જોડાયો હતાે. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ખનીજ ચોરીનાે વ્યાપ વધી જવા પામ્યો છે. ત્યારે વખતાે વખતની ફરીયાદ ઉઠવા પામી છે. ભુખી નદીમાં લાંબા સમયથી રેતી ચોરી થતી હતી. આજના આ કિસ્સામાં વધુ તપાસ થાય તાે રાજકીય પદાધિકારીના પગ નીચે રેલો આવે તેમ છે. આ અંગે તટસ્થ તપાસ થાય અને પગલા ભરવામાં આવે તે ઈચ્છનીય બની રહે છે.

print

Comments

comments

VOTING POLL