મોટામવા ટીપી-16 મંજૂરઃ સાંજ સુધીમાં જાહેરનામું

August 3, 2018 at 3:35 pm


કાલાવડ રોડ પર કોમશિર્યલ હેતુની 41,052 ચોરસ મીટર જમીન મળશે

રાજકોટ મહાપાલિકાની હદ કાલાવડ રોડ પરના મોટામવા રિવર બ્રિજ પાસે પૂર્ણ થાય ત્યાંથી આગળ ‘રૂડા’ની હદ શરૂ થાય છે. મોટામવા ટીપી સ્કીમ-16નો વિસ્તાર કાલાવડ રોડ પરના રિ»ગરોડ-2 જંકશનથી શરૂ થાય છે અને ન્યારી-1 ડેમ રોડ જંકશન નજીક પૂર્ણ થાય છે. મહદ્અંશે પોશ રહેણાંક વિસ્તાર તરીકે સુપ્રસિધ્ધ થયેલા કાલાવડ રોડ પરના રૂડા વિસ્તારમાં હવે કોમશિર્યલ હેતુની 41,052 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ થશે જેથી હવે કાલાવડ રોડ પર કોમશિર્યલ ડેવલપમેન્ટ પણ શરૂ થઈ જશે.

રહેણાંક હેતુ માટે મળશે 15.366 ચો.મી. જમીન

દેશ-વિદેશના દરેક મહાનગરોમાં વિકાસની દિશા હંમેશા પશ્ચિમ જ રહી છે અને તે મુજબ રાજકોટ શહેર પણ સતત પશ્ચિમ તરફ વિકસી રહ્યું છે. મોટામવા ટીપી-16 ફાઈનલ થતાની સાથે રહેણાંક હેતુ માટે 15,366 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટામવા ટીપી સ્કીમ નં.16માં રહેણાંક હેતુની જમીનની સરખામણીએ કોમશિર્યલ હેતુની જમીન ત્રણ ગણી (41,052 ચો.મી.) છે જેથી આગામી દિવસોમાં ‘રૂડા’ વિસ્તારના હેઠળના કાલાવડ રોડ પર કોમશિર્યલ યુનિટ્સ ધમધમતા જોવા મળશે !

એસ.ઇ.ડબલ્યુ.એસ. માટે સૌથી વધુ 47,516 ચો.મી. જમીન

સોશ્યલ એન્ડ ઈકોનોમીકલ વીકર સેકશન (એસ.ઈ.ડબલ્યુ.એસ.) હેતુ માટે મોટામવા ટીપી સ્કીમ નં.16માં સૌથી વધુ 47,516 ચો.મી. જમીનની ઉપલબ્ધી રાખવામાં આવી છે. આગામી દિવસોમાં કાલાવડ રોડ પર ‘રૂડા’ વિસ્તારમાં વધુ નવી આવાસ યોજનાઆેના પ્રાેજેકટ સાકાર થઈ શકે છે. દરેક ટીપી સ્કીમમાં એસઈડબલ્યુએસ હેતુની જમીનનું રિઝર્વેશન હોય જ છે પરંતુ મોટામવા ટીપી-10માં સૌથી વધુ જમીન વિસ્તાર આ હેતુ માટે રિઝર્વ રખાયો છે જે મહત્વપૂર્ણ બાબત કહી શકાય.

રાજકોટની તમામ પેન્ડિ»ગ ટીપી સ્કીમ ચાર માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ

રાજકોટ મહાપાલિકા અને ‘રૂડા’ વિસ્તારની ગાંધીનગર ખાતે પેન્ડિ»ગ હોય તેવી તમામ ટીપી સ્કીમોને ચાર માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. અત્રે નાેંધનીય છે કે, છેલ્લા 25 વર્ષમાં રાજકોટથી મોકલાયેલી બે ડઝન જેટલી ટીપી સ્કીમ ગાંધીનગર સ્તરે વર્ષોથી પેન્ડિ»ગ છે ! પરંતુ હવે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટની સ્કીમો મંજૂર કરવા અધિકારીઆે કામે લાગી ગયા છે !

ગાર્ડન અને પિબ્લક પર્પઝ માટે મળશે 13,108 ચો.મી. જમીન

કાલાવડ રોડ પરની મોટામવા ટીપી સ્કીમ નં.16 હેઠળ ગાર્ડન અને પિબ્લક પર્પઝ માટે 13,108 ચોરસ મીટર જમીન ઉપલબ્ધ થશે. સાંપ્રત સમયમાં મહાનગરોમાં વસતી અને બાંધકામોની સંખ્યાની વધતા ભારે ગીચતા જોવા મળી રહી છે પરંતુ જો ટીપી સ્કીમોના માધ્યમથી શ્રેષ્ઠ આયોજન અને અમલવારી થાય તો ગીચતા નિવારી શકાય છે. હોમટાઉન રાજકોટનો ‘હેપ્પીનેસ ઈન્ડેકસ’ ઉંચો લાવવા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે ત્યારે આગામી દિવસોમાં શહેરની ભાગોળે નવા બાગ-બગીચા, આેડિટોરિયમ અને રમત-ગમતના મેદાનોની ભેટ મળી શકે છે.

print

Comments

comments

VOTING POLL