મોટી ખાવડીમાં 23 હજારના બાથરૂમના સામાનની ઉઠાંતરી

January 11, 2019 at 12:52 pm


જામનગરના મોટી ખાવડીમાં આવેલ મીલેનીયમ પ્લાઝા રેસીડેન્સના રૂમના દરવાજા તોડીને અંદરથી નળ, ફલશ, ફºવારા મળી કુલ 23700ના મુદામાલની ચોરી થયાનું બહાર આવતા અજાÎયા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર નજીક નાની ખાવડી ગૌશાળાની બાજુમાં રહેતા ભરતસિંહ અમરસિંહ ઝાલા (ઉ.વ.42) નામના કર્મચારીએ અજાÎયા શખ્સો વિરુધ્ધ મેઘપર પોલીસમાં એવી ફરીયાદ કરી છે કે મોટી ખાવડી આશાપુરા આર્કેડીયા પ્રા.લી. મિલેનીયમ પ્લાઝા રેસીડેન્ટના બીજા માળે આવેલા 18 રૂમના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી બાથરૂમના 32 નળ તથા ફલશ નંગ 39 તથા 7 ફºવારા પિતળના કુલ કિ. રૂા. 23700ની ચોરી કરીને લઇ ગયા હતા. ગત તા. 8ના સમય દરમ્યાન મોટી ખાવડી ખાતેના રૂમમાંથી ચોરી થયાનું બહાર આવતા ગઇકાલે થયેલી ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL