મોટોરોલા Z2 ફોર્સ ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો ફીચર્સ અને કિંમત

February 12, 2018 at 1:14 pm


મોટોરોલા આગામી 15 ફેબ્રુઆરીએ Z2 ફોર્સ ફોન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનની ખાસિયત તેની શેટરપ્રૂફ સ્ક્રીન છે. જો કે, આ ફોન ઓગસ્ટ 2017માં જ મોટોરોલાએ ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરી દીધો હતો.

મોટો Z2 ફોર્સના ફીચર્સ
– 5.5 ઇંચની શેટરપ્રૂફ POLED સ્ક્રીન
– 7000 સીરિઝ એલ્યુમિનિયમમાંથી તૈયાર થયેલી બોડી
– અગાઉ કરતાં 80 ટકા વધુ મજબૂત ફોન
– 4 જીબી રેમ/64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
– 6 જીબી રેમ/128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
– 12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
– ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ
– 2730 mAHની બેટરી

અત્રે રજૂ કરેલા ફીચર્સ મોટોરોલાએ ઇન્ટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરેલા Z2 ફોર્સના છે. ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થનારા ફોનના ફીચર્સમાં થોડો ફરક હોઇ શકે.છે.મોટો ઝેડ 2 ફોર્સમાં લેટેસ્ટ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.

મોટો Z2 ફોર્સની કિંમત 799 ડોલર (અંદાજે 51,460 રૂપિયા) છે. અહેવાલો અનુસાર, મોટો ઝેડ 2 ફોર્સ સાથે અંદાજે 6000 રૂપિયાનું મોટો ટર્બોપાવર પેક મોડ ફ્રીમાં મળશે.મોટો ઝેડ2 ફોર્સની ડિઝાઇન એવી છે કે, તેની પાછળના ભાગમાં વિવિધ મોટોરોલા એસેસરીઝ ઇન્સ્ટોલ કરી શકાય છે. મોટો ટર્બોપાવર પેકની કેપેસિટી 3500 mAHની છે. અર્થાત્ જો ફોન સાથે આ પાવરપેકનો ઉપયોગ કરવામાં આવે તો અંદાજે 6000 mAHની બેટરી મળે. જે આખો દિવસ આરામથી યૂઝ કરી શકાય.

print

Comments

comments

VOTING POLL