મોડર્ન દીપિકા સંસ્કારી પણ છે

June 13, 2018 at 10:29 am


દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્ન તો હજુ થયાં નથી, પણ ભવિષ્યમાં એ લોકો શું શું કરશે એ વિશે તેઆે વાતો કરી રહ્યા છે. હાલમાં ખબર મળી છે કે લગ્ન બાદ દીપિકા રણવીરના માતા-પિતા સાથે રહેશે. મોડર્ન વિચારો ધરાવતી આ અભિનેત્રી પરિવાર માટે પારંપારિક લાગણીઆે રાખે તે ખૂબ જ સારી વાત કહેવાય છે. દીપિકા અને રણવીર ભલે એમના લગ્નની વાતોને અફવા કહીને હવામાં ઉડાવી દે પણ તેમના પરિવારની ગતિવિધીઆેને જોઇને તો લાગી રહ્યું છે કે આવતા વર્ષ સુધી આ જોડી લગ્નના બંધને બંધાઇ જશે. તાજેતરમાં દીપિકાની મમ્મી તેની બહેન સાથે એક જ્વેલરી શોપની બહાર જોવા મળી હતી.
તેમ જ રણવીર સિંહે પણ મુંબઇના ખાર વિસ્તારમાં બે માળનું ઘર ખરીદ્યું છે તેનું રિનોવેશન થઇ રહ્યું છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીએ તો દીપિકા અને રણવીર અનુષ્કા અને વિરાટની જેમ લગ્ન થયા બાદ તેમના ચાહકોને સરપ્રાઇઝ આપવાની તૈયારીઆે કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL