મોડીરાત્રે એરપોર્ટમાં દીપડો ઘુસી આવ્éાે

May 19, 2017 at 2:04 pm


ફરજ પરના સુરક્ષા કર્મચારીએ દીપડાને નીહાળતા હાકલા પડકારા કરતા દીપડો અંધકારમાં આેગળી ગયો ઃ એરપોર્ટની દીવાલ કુદીને દીપડો અંદર આવ્યો હોવાનુ તારણ

ભાવનગરના એરપોર્ટ પર મોડીરાત્રે દીપડાએ દેખા દેતા ફરજ પરના સીક્યુરીટી ગાર્ડોમાં દોડધામ મચી હતી. આ અંગે આેથાેરીટીને જાણ કરાતા વન વિભાગને જાણ કરી બોલાવાયો હતો. જો કે મોડીરાત્રે દેખાદીધા બાદ દીપડો અંધારામાં આેગળી ગયો હતો. બનાવના પગલે લોકો વ્યંગમાં કહેતા હતા કે એરપોર્ટ પર પ્લેન આેછા આવે છે એટલે હવે દીપડાએ આવવાનું શરૂ કર્યું છે…!!
આ અંગે સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એરપોર્ટ પર ગત રાત્રીનાં લગભગ દોઢ થી બે વાગ્યાના સુમારે ફરજ પરના સુરક્ષા કર્મચારીને દીપડો જોવા મળ્યો હતો. આથી તેણે અન્ય કર્મચારીઆેને પણ સાબદા કરી અને હાકલા પડકારા કરતા આ દીપડો દીવાલ કુદીને પરત બહાર જતો રહયો હતો. એરપોર્ટ આેથાેરીટીનું માનવુ છે કે આ દીપડો દિવાલ કુદીને જ અંદર આવ્યો હતો. હજુ થાેડા દિવસ પુર્વે વડાપ્રધાન મોદીના ભાવનગર એરપોર્ટ પર આગમન વેળા વિજળી ગુલ થઇ જતા પ્રાેટોકલ ભંગ થયો હતો અને એરપોર્ટ આેથા£રીટીની અક્ષમ્ય ક્ષતિ ધ્યાને આવી હતી ત્યાં દિવાલ કુદીને દીપડો એરપોર્ટમાં ઘુસતા જાત જાતની ચર્ચાઆે થઇ રહી છે. કાલે ઉઠીને પ્લેનના ટેકઆેફ કે લેન્ડીગ વેળા દીપડો કે અન્ય કોઇ પશુ-પ્રાણી એરપોર્ટમાં ઘુસી આવી રન-વે પર દોડી આવે તો જે ઘટના બને તેની ગંભીરતાની કલ્પના જ કરવી રહી.
આ અંગે એરપોર્ટ આેથાેરીટીએ ભાવનગર વન વિભાગને જાણ કરતા એસીએફ વી.એ. રાઠોડ, આરએફઆે આર.એમ. હેરભા તથા રાંઉન્ડ ફોરેસ્ટર એસ.જી. પંડéા સહિતના અધિકારી અને કર્મચારીનો કાફલો દોડી ગયો હતો. જો કે દીપડાના કોઇ સગડ હાથ નહી લાગ્યા હોવાનુ વધુમાં જાણવા મળ્યુ છે.

print

Comments

comments

VOTING POLL