મોઢું મીઠું કરો: દુનિયામાં હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા સૌથી વધુ

January 10, 2017 at 10:23 am


હિન્દી ભાષાના ભવિષ્યને લઈને ભલે આપણે ચિંતા કરતા હોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે, દુનિયામાં હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે. દુનિયામાં સૌથી વધુ બોલાનારી ભાષા હિન્દી છે તે મહત્વના સમાચાર છે અને આપણા માટે ગૌરવની વાત છે. 105 દેશોમાં હિન્દી બોલનારાઓની સંખ્યા અત્યારે દુનિયામાં સૌથી વધુ છે.

ચીનની મંદારિન ભાષા બોલનારા લોકોની સંખ્યા તેનાથી થોડીક વધુ હતી પરંતુ હવે 2015થી દુનિયામાં હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા સૌથી વધુ થઈ ગઈ છે. મુંબઈ યુનિવર્સિટીના હિન્દી વિભાગના પૂર્વ અધ્યક્ષ ડો.કણાશંકર ઉપાધ્યાયએ લખેલા એક પુસ્તકમાં આ માહિતી આપવામાં આવી છે. એમણે આંકડા પણ જાહેર કયર્િ છે અને એમ લખ્યું છે કે, ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે અને દુનિયામાં તેની અત્યારે બોલબાલા છે. અહીંના બિઝનેશ સાથે સંકળાયેલા યુવાનો દુનિયાના તમામ દેશોમાં પહોંચી રહ્યા છે અને દુનિયાભરની બહરાષ્ટ્રીય કંપ્નીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે માટે હિન્દી ભાષા બોલનારાઓની સંખ્યા અત્યારે વિશ્ર્વમાં સૌથી વધુ થઈ ગઈ છે.

print

Comments

comments

VOTING POLL