મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ધારાસભ્યની ગ્રાંટમાંથી બનાવેલ સેનીટેશન બ્લોકનું લોકાર્પણ

January 11, 2019 at 11:29 am


ગુ.હા.સ.ચા. મોઢ બ્રાûણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા તાજેતરમાં મોઢ બ્રાûણ જ્ઞાતિમાં બનાવેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની 100 ટકા ગ્રાન્ટમાંથી બનેલ સેનીટેશન બ્લોકની લોકાર્પણ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં જામનગર તાલુકા અભ્યુદય મંડળ દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નું સાલ, તલવાર, મોમેન્ટોથી અદકેરૂ સ્વાગત કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં પ્રમુખસ્થાને જા.તા. અભ્યુદય મંડળના પ્રમુખ પ્રવિણભાઇ ત્રિવેદી રહ્યા હતા, કાર્યક્રમમાં હિરેન ત્રિવેદી અને અભ્યુદય મંડળના પ્રમુખ પ્રવિણભાઇ ત્રિવેદીએ તલવાર આપીને અને ભરતભાઇ ભટ્ટએ સાલ આેઢાડીને સ્વાગત કરેલ હતું, ત્યારે મંડળના હરેશ ત્રિવેદી અને બકુલ ત્રિવેદીએ મોમેન્ટ આપીને સ્વાગત કરેલ હતું.

આ કાર્યક્રમમાં સન્માનના પ્રત્યુતરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે, લોકોના કામ કરવા એ અમારી ફરજ છે અને બ્રાûણ સમાજ ઉચ્ચ જ્ઞાતિમાં આ કામ કરાવવામાં હું નિમિત બન્યાે છે, થાેડા દિવસ પહેલા જ આ કામનું ખાતમુહુર્ત વિધિ થયેલ હતી અને આજે લોકાર્પણ થયું છે ત્યારે યુવા સોશ્યલ ગ્રુપ, જામનગર અને અભ્યુદય મંડળ તેમજ જ્ઞાતિના વડીલોને અભિનંદન પાઠવું છે, આજે વિદ્યાથ}આેના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં હું શુભેચ્છા પાઠવું છું શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, ડે. મેયર કરશનભાઇ કરમુર, સ્ટે. કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, મેડીકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇ, બિનઅનામત આિથર્ક અને શૈક્ષણિક વિકાસ નિગમના ડાયરેક્ટર અમીબેન મનીષભાઇ પરીખ, ઉદ્યાેગપતિ કાન્તીભાઇ જોષી, રાજપૂત સમાજના અગ્રણી ભીખુભા વાઢેર, અનિલભાઇ વારોતરીયા, ભરતભાઇ કવાડ, જ્ઞાતિ અગ્રણીઆે ડો. પ્રકાશભાઇ ત્રિવેદી, મહેશભાઇ જાની, સી.એ. ભરતભાઇ ભટ્ટ, પ્રતિભાબેન ત્રિવેદી, રાજેશભાઇ ત્રિવેદી ઉપિસ્થત રહ્યા હતા.

કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, ડે. મેયર કરશનભાઇ કરમુર, ચેરમેન સ્ટે. કમિટી સુભાષભાઇ જોષી સહિતના વક્તાઆેએ યુવા સોશ્યલ ગ્રુપને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બિપીનભાઇ ત્રિવેદી, મંત્રી સંદિપ ત્રિવેદી, પ્રાેજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી, અશોક ત્રિવેદી, બુકલ ત્રિવેદી, પરેશ ત્રિવેદી, હર્ષદ ત્રિવેદી, હિતેષ ત્રિવેદી, પરશુરામ ત્રિવેદી, હરેશ જાની, દિપ ત્રિવેદી, ખુશાલ ત્રિવેદી સહિતના કાર્યકરોને જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL