મોદીએ મિડલ કલાસને નારાજ કરવાનું જોખમ શા માટે લીધુ ?

February 2, 2018 at 11:13 am


લોકસભા ચૂંટણી સમય કરતા પહેલા કરાવવાની અટકળો વચ્ચે માનવામાં આવી રહ્યું હતું કે, મોદી સરકારનું છેંું બજેટ ફુલગુલાબી હશે, જેમાં બધા વર્ગોનું પુરું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ નાણાંમંત્રી અરુણ જેટલીએ જ્યારે પોતાનો પટારો ખોલ્યો તો મિડલ ક્લાસ અને શહેરોમાં વસતા નોકરીયાતો લોકોને નિરાશા સાંપડી. સરકારે કેટલીક રાહતો ચોક્કસ આપી, પણ પાછલા બારણે પાછી પણ લઈ લીધી. એવામાં સવાલ ઉઠી રહ્યાે છે કે, આખરે મોદી સરકારે પોતાના છેલ્લા વર્ષમાં મિડલ ક્લાસને નિરાશ કરવાનું મોટું રિસ્ક કેમ લીધુંં શું ગરીબો, દલિતો અને ખેડૂતોનું ધ્યાન રાખવાના ચક્કરમાં સરકારે જાણી-જોઈને મિડલ ક્લાસને નજરઅંદાજ કર્યોં આ સવાલોનો જવાબ તાજેતરમાં થોડા સમય પહેલા કેટલાક રાજ્યોમાં થયેલી સ્થાનિક ચૂંટણીઆે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઆેના પરિણામોમાં છૂપાયેલો છે.

હકીકતમાં, શહેરોમાં રહેતો મિડલ ક્લાસ ભાજપનો વોટર મનાય છે અને આ વર્ગમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીની જબરજસ્ત લોકપ્રિયતા હજુ પણ જળવાયેલી છે. કેટલાક અપવાદોને છોડી દે તો 2014 બાદ યોજાયેલી કેટલીક વિધાનસભા ચૂંટણી અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ચૂંટણીઆેમાં એ વાત સાબિત પણ થઈ કે મોદીનો જાદુ શહેરોમાં હજુ જળવાયેલો છે. તેનું એક મોટું કારણ એ પણ છે કે, કાેંગ્રેસ સહિત બધા વિપક્ષી પક્ષોમાં મોદીના કદનો કોઈ નેતા લોકોની નજરમાં નથી આવતો. એવામાં સારો વિકલ્પ ન હોવાને કારણે પણ મિડલ ક્લાસ અને શહેરી વર્ગ મોદી સાથે જોડાયેલો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કથિત નારાજગી છતાં જે રીતે શહેરી વોટરોએ ભાજપને સાથ આપ્યો, તે એ વાતની પુિષ્ટ કરે છે કે શહેરોમાં રહેતા મિડલ ક્લાસને હજુ પણ મોદી પાસેથી આશા છે. તે ઉપરાંત યુપીની સ્થાનિક સત્તા મંડળની ચૂંટણીમાં પમ ભાજપને શહેરોમાં ઘણું સમર્થન મળ્યું. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપે આ વાતને ધ્યાનમાં રાખીને મિડલ ક્લાસને નજરઅંદાજ કરવાનું જોખમ ઉઠાવ્યું છે.

જણાવાઈ રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા દરમિયાન ભાજપને જણાયું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટી સામેનો રોષ વધી રહ્યાે છે. માત્ર ગુજરાત જ નહી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઘણા રાજ્યોમાં પણ ખેડૂતો સરકારથી નારાજ હોવાનું જણાવાય છે. કૃષિ ઉપજના યોગ્ય ભાવ ન મળવા, દેવું અને આત્મહત્યા સહિત ઘણી અન્ય મુશ્કેલીઆેનો સામનો કરી રહેલા ખેડૂતો ઘણી વખત સરકાર સામે આંદોલન પણ શરુ કરી ચૂક્યા છે. એવામાં સરકાર પર તેમના માટે કંઈક મોટું કરવાનું દબાણ હતું. એ જ કારણ છે કે, સરકારે આગામી સિઝનના પાકને પડતર કિંમત કરતા આેછામાં આેછા દોઢ ગણા ભાવે લેવાનો નિર્ણય કર્યો છે. ટમેટાં, બટેટાં અને ડુંગળી જેવી આખું વર્ષ ઉપયોગમાં લેવાતી ખાÛ વસ્તુઆે માટે આેપરેશન ફ્લડની જેમ આેપરેશન ગ્રીન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. તેના માટે સરકારે 500 કરોડ રુપિયા ફાળવ્યા છે. એવા છોડ જેનો ઉપયોગ દવાઆે બનાવવામાં થાય છે, તેનું ઉત્પાદન વધારવા પણ સરકાર પ્રાેત્સાહન આપશે. જૈવિક ખેતીને પ્રાેત્સાહન આપવામાં આવશે. ક્રેડિડ કાર્ડ માછીમારો અને પશુપાલકોને પણ મળશે. 42 મેગા ફૂડ પાર્ક બનશે. મત્સ્ય પાલન અને પશુપાલન માટે 10 હજાર કરોડ રુપિયા રાખવામાં આવી રહ્યા છે. વાંસનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર 1200 કરોડનું ફંડ આપશે. માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વોત્તર રાજ્યોમાં આ નિર્ણયની મોટી અસર પડશે.

મોદી સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં ગરીબો માટે જનધન અને ઉંવલા જેવી કેટલીક મોટી યોજનાઆે લોન્ચ કરવામાં આવી છે, પરંતુ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ગરીબો માટે વધુ એક મોટી યોજના લાવવા ઈચ્છતી હતી. તેની તૈયારી સરકાર છેલ્લા ઘણા સમયથી કરી રહી હતી. એ અંતર્ગત સરકારે 10 કરોડ ગરીબ પરિવારો માટે 5 લાખ રુપિયાની સ્વાસ્થ્ય વિમા યોજનાની જાહેરાત કરી મોટા દાવ રમ્યો છે. ભાજપને આશા છે કે, સરકારનો આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટો ફાયદો કરશે, કેમકે તેના વતુર્ળમાં મોટા પ્રમાણમાં એસસી-એસટી વોટર્સ આવી જાય છે.

નાણાંમંત્રી અરુણ જેટલીનું બજેટ ભાષણ એ વાતનો સંકેત આપી ગયું કે, આ તમામ જાહેરાતોના બળ પર સરકાર નિિશ્વત સમય પહેલા લોકસભા ચૂંટણી કરાવી શકે છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ વિધાનસભા અને લોકસભા ચૂંટણી સાથે કરાવવાની વકીલાત કરી હતી, જેને આ અંગેનો ઈશારો માનવામાં આવ્યો હતો. બજેટમાં સરકારે જે રીતે ગામ, ગરીબ, ખેડૂતો અને દલિતો માટે યોજનાઆેની જાહેરાત કરી છે, તેને જોતા માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર સમય કરતા વહેલી ચૂંટણી કરાવી શકે છે.

print

Comments

comments

VOTING POLL