મોદીથી ડરી ગયો દાઉદ !

November 14, 2017 at 11:27 am


વિદેશમાં રહેતાં ભારતના ભાગેડુઓને ઢસડીને ભારત લાવવા મોદી સરકાર દ્વારા શ કરવામાં આવેલી ઝુંબેશની અસર દેખાઈ રહી છે. આ ઝુંબેશથી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને પણ ભીંસ પડવા લાગી છે. આ જ કારણથી તેણે 1997માં કેસેટકિંગ ગુલશન કુમારની હત્યામાં ફરાર સંગીતકાર નદીમ સૈફીને ભારતીય કાનૂનના ઘેરામાં ન આવવા દેવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શ કરી દીધું છે. એક ટીવી ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલી એક ટેપમાં દાઉદ ફોન પર ભારત સરકારની ઝુંબેશ અને નદીમ અંગે ચિંતા વ્યક્ત કરતો સંભળાઈ રહ્યો છે.
90ના દશકામાં બોલિવૂડની એક હિટ સંગીતકાર જોડીનો સભ્ય રહી ચૂકેલો નદીમ સૈફી લાંબા સમયથી બ્રિટનમાં રહે છે. 12 ઓગસ્ટ 1997માં મુંબઈમાં ગુલશનકુમારની હત્યામાં નદીમને સહ શંકાસ્પદ તરીકે જાહેર કરાયો હતો. ચેનલ પાસે રહેલી આંતરાયેલા ફોનથી બોલિવૂડના સૌથી સનસનીખેજ મનાતાં ગુલશનકુમાર હત્યાકાંડ ફરી ખળભળાટ મચાવી શકે છે. 2015થી જ રેકોર્ડ કરાતી વાતચીતની આ ટેપમાં દાઉદ ચિંતા વ્યક્ત કરતો સંભળાઈ રહ્યો છે.
વાતચીત અનુસાર દાઉદ ફોન પર પોતાના એક માણસને જે શખસ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અને તે કોઈ નહીં પરંતુ નદીમ સૈફી છે. વાતચીતની ટેપ ખુલાસો કરે છે કે દાઉદનો એક માણસ દાઉદને સંગીતકારને લઈને સંભવિત કાનૂની ખતરા અંગે ચેતવી રહ્યો છે. તે બતાવી રહ્યો છે કે સંગીતકારને બ્રિટનથી ભારત પ્રત્યર્પિણ સંબંધી મોદી સરકાર દ્વારા શ કરવામાં આવેલા તાજા પ્રયાસોનું શું પરિણામ આવી શકે છે.

print

Comments

comments

VOTING POLL