મોદીની ડીજી સ્કીમમાં સુરતના યુવાનને લાગી ‘લોટરી’!

January 4, 2017 at 7:47 pm


કેન્દ્ર સરકારે જાહેર કરેલી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં એક સુરતી યુવાનને જાણે લોટરી લાગી છે. સુરતમાં ખાનગી સ્કૂલમાં નોકરી કરતા યુવાને કાર્ડથી પેમેન્ટ કરી ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ઈનામ મેળવ્યું હતું. જે સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ કહીં શકાય છે. ઈનામ મેળવતા યુવાનના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી હતી. ૧૦૦ દિવસ ચાલનારી આ યોજનામાં સરકાર રોજ ઇનામ જાહેર કરવામાં આવે છે. આ ડિજિટલ પેમેન્ટ ઇન્ટેન્સિવ સ્કીમમાં ૫૦ રૂપિયાથી લઇને ૩૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેકશન સામેલ છે. ડેઇલી, વિકલી અને મેગા એવોર્ડ આપવામાં આવે છે. દરમિયાન આ સ્કીમ જાહેર કર્યા બાદ સુરતના એક યુવાને 195 રૂપિયાના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું. જેમાં યુવાનને લોટરી લાગી હોય તેમ 10 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

print

Comments

comments

VOTING POLL