મોદીનું કામ – રામ રામ જપના, ગરીબો કા માલ અપના: રાહુલ ગાંધી

January 11, 2017 at 6:01 pm


કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે નોટબંધીના વિરોધમાં બોલાવાયેલા કોંગ્રેસના જન વેદના સંમેલનને સંબોધતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, ભાજપને અને પીએમને કોંગ્રેસ પાસેથી 70 વર્ષનો હિસાબ માગવાની આદત પડી ગઈ છે, પરંતુ કોંગ્રેસે શું કર્યું તે પ્રજા જાણે છે. રાહુલે કહ્યું હતું કે, અમે 70 વર્ષમાં શું કર્યું તે કહેવાની અમારે જરુર નથી, પરંતુ ભાજપે મોદીના રાજમાં અઢી વર્ષમાં જે કર્યું છે તેવું અમે ન કર્યું હોત.

ભાજપ પર દેશની સંસ્થાઓને નબળી બનાવવાનો આરોપ મૂકતા રાહુલે જણાવ્યું હતું કે, આજે સંઘ સાથે સંકળાયેલા લોકોની નિમણૂંકો કરાઈ રહી છે, દેશના પીએમની બહારના દેશોમાં મજાક ઉડાવાઈ રહી છે. નોટબંધીની ઝાટકણી કાઢતા રાહુલે કહ્યું હતું કે, તે માત્ર એક બહાનું છે. મોદીજીને ખબર પડી ગઈ કે યોગ, સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા પાછળ છૂપાઈ નહીં શકાય, માટે તેઓ નોટબંધી લઈ આવ્યા. દેશની આર્થિક કરોડરજ્જુ નોટબંધીને કારણે ભાંગી ગઈ. નોટબંધી બાદ ગાડીઓનું વેચાણ 60 ટકા ઘટી ગયું, દેશ 16 વર્ષ પહેલા જે સ્થિતિમાં હતો ત્યાં ફરી આવી ગયો. રાહુલે પીએમને સવાલ કર્યો હતો કે તેઓ જણાવે કે અચાનક જ મનરેગામાં કામ કરનારા લોકોમાં વધારો કેમ થયો? લોકો હવે શહેરો છોડીને ગામડામાં કેમ આવી રહ્યા છે?

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અમિતાભ બચ્ચનની જેમ ડાઈલોગ બોલે છે પણ તેમનું વર્તન અમિતાભ બચ્ચનના ગીત જેવું છે – રામ રામ નામ જપના, ગરીબો કા માલ અપના.

પીએમને નિશાને લેતા તેમણે કહ્યું હતું કે, પીએમ દેશ બદલવાની વાતો કરે છે, પરંતુ તેમને પોતાની જાતને પૂછવું જોઈએ કે, દેશમાં વાહનોનું વેચાણ કેમ અચાનક ઘટી ગયું છે? રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે, અચ્છે દિન 2019માં કોંગ્રેસ સત્તા પર આવશે ત્યારે જ આવશે. હાલની સરકારે મીડિયા પર પણ પોતાનું દબાણ બનાવ્યું હોવાનું રાહુલે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL