મોદી એક નહી પાંચ-પાંચ ફિલ્મોમાં દેખાશે !

January 10, 2019 at 11:17 am


તાજેતરના સમયમાં રિયલ લાઈફ ફિલ્મોનું ચલણ બોલિવૂડમાં ઝડપથી વધી રહ્યું છે. થોડા દિવસ પહેલાં આવી જ બે ફિલ્મો ઘણી ચચિર્ત રહી છે જેમાં ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મો રિલિઝ માટે તૈયાર છે. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં મોદીની ભૂમિકા વિવેક આેબેરોય નીભાવી રહ્યાે છે. આ ફિલ્મ ઉપરાંત પણ મોદીનું પાત્ર ધરાવતી અનેક ફિલ્મો આગામી સમયમાં ફિલ્મી પડદે જોવા મળશે.

થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મનો ફસ્ર્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો. આ બાયોપિકને મેરી કોમની બાયોપિક બનાવનારા ડાયરેક્ટર ઉમંગકુમાર ડાયરેક્ટ કરશે. આ ફિલ્મમાં પસંદગી પામવા માટે વિવેકે 15 અલગ અલગ લુક ટેસ્ટ આપ્યા હતાં જેના માટે તેણે રોજ કલાકો સુધી મેકઅપ કરવો પડતો હતો.

* ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક

વિકી કૌશલની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં પ્રખ્યા અભિનેતા રજિત કપૂર વડાપ્રધાન મોદીની ભૂમિકા ભજવતાં જોવા મળશે. આ અંગે તેમણે કહ્યું કે હું અસલમાંતો મોદી જેવો નથી દેખાઈ રહ્યાે પરંતુ મેં તેમના જેવા દેખાવા માટે બહુ કોશિશ કરી છે. આ ફિલ્મમાં પીએમને પબ્લીક સ્પીકર નહી પરંતુ એક પ્લાનર અને થિન્કર તરીકે જોવા મળશે.

* નમો સૌને ગમો

એક ફિલ્મ ‘નમો સૌને ગમો’ નામથી ગુજરાતી ભાષામાં બની રહી છે જેમાં 60 વર્ષના અભિનેતા લાલજી દેવરિયા મોદીની ભૂમિકા ભજવતાં નજરે પડશે. ખુદને મોદીભક્ત ગણાવતાં દેવરિયાએ કહ્યું કે હું મોદીને ત્રણ વખત મળી ચૂક્યો છે અને તેમને પણ લાગે છે કે હું તેમના જેવો દેખાઉં છું. મારા માટે તેમનો રોલ નીભાવવો સરળ હતો કેમ કે તેમની અને મારી પર્સનાલિટીમાં ઘણી સમાનતાઆે છે. ફિલ્મના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ આ ફિલ્મ પાંચ વર્ષ પહેલાંતૈયાર થઈ ચૂકી હતી પરંતુ રાજકીય કારણોસર રિલિઝ થઈ શકી નહોતી. આ ફિલ્મ મોદી જ્યારે વડાપ્રધાન નહી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વેળાની છે.

* બટાલિયન-609

ડાયરેક્ટર બ્રિજેશ ત્રિપાઠીની ફિલ્મ ‘બટાલિયન 609’માં કે.કે.શુક્લા મોદીનો રોલ નીભાવતાં જોવા મળશે. આ ભારતીય સેના પર બનેલી એક કાલ્પનિક ફિલ્મ છે. શુક્લાએ કહ્યું કે હું મોદીનો બહુ મોટો ચાહક છું. હું આ પહેલાં એક ન્યુઝ ચેનલના શોમાં મોદીની ભૂમિકા ભજવી ચૂક્યોછું. હું તેમને ક્યારેય મળ્યો નથી પરંતુ તેમની ઈમાનદારી બદલ તેમનું સન્માન કરું છું.

* અનટાઈટલ્ડ ફિલ્મ

સૌથી પહેલાં અભિનેતા પરેશ રાવલે મોદી પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ વિવેક આેબેરોયની ફિલ્મનું પોસ્ટર આવ્યા બાદ તેમણે એવું પણ કહ્યું હતું કે તેના કરતા સારી રીતે મોદીનું પાત્ર કોઈ ભજવી શકે તેમ નથી. હું મોદી ઉપર બની રહેલી એક ફિલ્મ ઉપર કામ કરી રહ્યાેછું પરંતુ હજુ તેમનું કામ અટકેલું પડયું છે કેમ કે ફિલ્મની સ્ક્રીપ્ટ લખાઈ રહી છે. આ અંગે વધુ વાત કરી શકાય તેમ નથી.

print

Comments

comments

VOTING POLL