મોદી મોટા-મોટા ભાષણો આપી રહ્યા છે, પરંતુ અંગ્રેજી નથી બોલી શકતાઃ મમતા બેનરજી

January 12, 2019 at 10:41 am


મમતા બેનરજીએ પીએમ મોદીની અંગ્રેજી ભાષા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. બેનરજી મુજબ પીએમ મોદીને અંગ્રેજી ભાષા બોલતા નથી આવડતી અને તેઆે ભાષણ દરમિયાન ટેલીપ્રાેમ્પટરમાં જોઇને અંગ્રેજી બોલે છે.
એક બંગાળી ભાષાની વેબસાઇટ મુજબ પિશ્ચમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે જણાવ્યું કે, મોદી મોટા-મોટા ભાષણો આપે છે, પરંતુ તેમને સરખી રીતે અંગ્રેજી બોલતા આવડતું નથી. જેના કારણે ભાષણ દરમિયાન તેઆે ટેલીપ્રાેમ્પટર તરફ જોયા કરે છે.
મમતા બેનરજીએ ટિપ્પણી કરી હતી કે, બધા મીડિયાવાળા અને લોકો આ બાબતથી જાણકાર છે. પહેલા મોદી સ્ક્રીન તરફ નજર નાખે છે, વાંચે છે અને એવી રીતે બોલે છે કે જાણે તેઆે કડકડાટ અંગ્રેજી બોલતા હોય.

print

Comments

comments

VOTING POLL