મોદી-શિન્જોનાે કાર્યક્રમ

September 13, 2017 at 11:53 am


જાપાની વડાપ્રધાન શિન્જો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ અને ગાંધીનગરની યાત્રા આજથી શરૂ થઇ રહી છે. બે દિવસનાે ભરચક કાર્યક્રમ નીચે મુજબ છે.
આજનાે કાર્યક્રમ
¨ 1.30 વાગ્યાની આસપાસ મોદી અમદાવાદ વિમાની મથકે પહાેંચશે. મુખ્યમંત્રી રૂપાણી અને અન્યાે દ્વારા સ્વાગત કરાશે
¨ 3.30 વાગ્યાની આસપાસ જાપાની વડાપ્રધાન શિન્જો તેમના પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ વિમાની મથકે પહાેંચશે. શિન્જોનું ગાર્ડ આેફ આેનર સાથે સ્વાગત કરાશે.
¨ વિમાની મથકથી મોદી અને શિન્જોનાે કાફલો સાબરમતી આશ્રમ તરફ રવાના થશે
¨ આઠ કિલોમીટર લાંબા રોડ શોમાં એક લાખથી પણ વધુ લોકો જોડાશે
¨ મોદી અને શિન્જોના સ્વાગત માટે જુદા જુદા 40 સ્ટેજ તૈયાર કરાયા. વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકનૃત્યો રજૂ કરાશે
¨ રોડ શો કરીને મોદી અને શિન્જો ગાંધી આશ્રમ પહાેંચશે. ગાંધી આશ્રમમાં થોડાક સમય સુધી રોકાશે જ્યાં રા»ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અપાશે
¨ મોદી અને શિન્જો રિવરફ્રન્ટ ઉપર જશે જ્યાં બંને એકાંતમાં થોડાક સમય સુધી વાત કરશે
¨ રિવરફ્રન્ટથી કાફલો ઐતિહાસિક સિદી સૈયદની જાળી ખાતે પહાેંચશે. સિદ્દી સયૈદની જાળી ખાતે રોકાયા બાદ હોટલ અગાશીમાં જશે. જ્યા ડીનર થશે
¨ અબે અને તેમના પÂત્ન રાત્રિ રોકાણ વ?ાપુર ખાતેની હોટલ હયાતમાં કરશે
આવતીકાલનાે કાર્યક્રમ
¨ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાના પ્રાેજેકટનુ ભુમિપુજન
¨ બપાેરે મહાત્મા મંદિર ખાતે ગાંધીકુટીરની મુલાકાત
¨ મહાત્મા મંદિર ખાતે જ ઈન્ડો-જાપાન સમિટમા બંને દેશો વચ્ચે મહત્વના કરારો કરવામા આવશે
¨ સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાયન્સ સિટી ખાતે બંને મહાનુભવોના સન્માનમા રાત્રી ભોજન આયોજિત કરવામા આવ્યુ છે
¨ 14મીએ રાત્રે જાપાનના વડાપ્રધાન શીનજો અબે તેમના પત્ની અકી અબે ટોકીયો જવા રવાના થશે.

print

Comments

comments

VOTING POLL