મોદી સરકારના ત્રણ વર્ષ: કુછ કુછ અચ્છા હૈ, બહોત કુછ બાકી હૈ…

May 29, 2017 at 6:46 pm


યુપીએ સરકારના સતત બે ટર્મના શાસન બાદ કેન્દ્રમાં સત્તાની ખુરશી પર બિરાજમાન થયેલી એનડીએની સરકારને ત્રણ વર્ષ પુરા થઈ ગયા છે. 26મી મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ કયર્િ હતાં અને સરકારને ત્રણ વર્ષનો સારો એવો અનુભવ થઈ ગયો છે. જનરલી વિપક્ષ દ્વારા તો સત્તા સ્થાને હોય તે પાર્ટીની અથવા તો તે પાર્ટી હેઠળના નેતૃત્વની ટીકા કરવાની આપણે ત્યાં એક ફેશન અથવા પરંપરા રહી છે આમ છતાં મોદી સરકારના ત્રણ વર્ષના શાસન વિશે મિશ્ર પ્રતિભાવો મળ્યા છે. જો કે જનતાએ અમુક મુદાઓ પર મોદી સરકારને 100માંથી 80 માર્કસ આપ્યા છે તો બીજી બાજુ એમની કેટલીક નબળાઈઓ અને ગાફેલીયત તરફ લોકોએ અંગુલીનિર્દેશ પણ કર્યો છે.

વડાપ્રધાનની સામે હજુ અનેક પડકારો મોઢું ફાડીને ઉભા છે. દેશમાં સામાજિક એકતાની ભાવનાને મજબુત કરવાની હજુ બાકી છે, કોમી અખંડતાની ઉન્નત પરંપરા ઝંખવાય છે તેને રિપેર કરવાની બાકી છે, ગરીબી હજુ આપણને મેણાટોણા મારી રહી છે, શ્રમિકો- કામદારો અને નીચલા સ્તરના પરિવારોની પારિવારિક સ્થિતિ ખુબ જ નબળી છે, એમની આર્થિક કટોકટીનો કોઈ અંત દેખાતો નથી. મોદી સરકારના પ્રધાનો અને ખાસ કરીને સાંસદો અને ધારાસભ્યોમાં જવાબદારીનું ભાન ઓછું છે, વડાપ્રધાને એમની પાસેથી કામનો વ્યવસ્થિત હિસાબ લીધો નથી, કેટલાક મોટરમાઉથ એટલે કે બેલગામ ઘોડા જેવા સાંસદો અને મંત્રીઓ મન ફાવે એમ પોતાના મોઢામાંથી ગંદકી કાઢે છે અને વિવાદો પેદા કરે છે, એમના ગંધાતા મોઢા પર વડાપ્રધાનનું સ્પેશ્યલ બુચ મારવાની જર છે. તાજેતરમાં જ પરેશ રાવલ નામના એક ત્રણ દોકડાના નટ બજણીયાએ મહિલાઓના આત્મ સમ્માનને ભયંકર ઠોકર લાગે તેવી બેહદી વાત કરી છે. સમાજસેવિકા અને એવોર્ડ વિનીંગ રાઈટર અંધતી રોયને કાશ્મીરમાં આર્મીની જીપ સાથે બાંધવી જોઈએ તેવું અકકલ વગરનું નિવેદન આ માણસે કર્યુ છે અને આવા તો અનેક દાખલા છે. કેટલાક લોકો તો કટાક્ષમાં એમ પણ બોલતા થયા છે કે આવા બેહદા બકવાસબાજોને ગધેડાની પુંઠ પર બાંધીને ફેરવવા જોઈએ.

હવે આપણે નરેન્દ્ર મોદીની સરકારની વાત કરીએ તો ચૂંટણી અભિયાનના પ્રારંભથી વડાપ્રધાને અનેક સપ્ના ઉજાગર કયર્િ હતાં. આ ત્રણ વર્ષ દરમિયાન ભલે બધા સપ્ના પુરા થયા નથી પરંતુ સરકારે એ દિશામાં ગતિથી આગળ વધવાનો પોતાનો જુસ્સો બતાવ્યો છે. આજે પણ હિન્દુસ્તાનની જનતા નરેન્દ્ર મોદીને આશાભરી નજરોથી જોઈ રહી છે. તાજેતરના જ એક સર્વેમાં 17 ટકા લોકોએ સરકારના કામને ઉમ્મીદથી વધુ શ્રેષ્ઠ બતાવ્યું છે જયારે 44 ટકા લોકોએ અપેક્ષા મુજબનું શાસન બતાવ્યું છે. આમ પરફોર્મન્સના લેવલ પર સરકારને સારા માર્કસ મળ્યા છે અને તે મોદી સરકાર માટે પ્રોત્સાહન અને એક ટોનીક જેવી વાત છે.

એક પછી એક યોજનાઓ શરૂ કરીને વ્યવસ્થાની જડતા પર પ્રહાર કરવાનો શ્રેય મોદી સરકારને જાય છે અને આ ક્રમમાં લોકોની વિચાર પધ્ધતિને ઉજાગર કરવા અને જગાડવાની મહેનત પણ સરકારે કરી છે. 1991માં ઉદારીકરણનો રસ્તો મનમોહનસિંઘ અને ચિદમ્બરમે બતાવ્યો હતો ત્યારબાદ આપણા અર્થતંત્રની આગેકૂચ સતત જારી રહી છે પરંતુ વચમા કેટલીક વિસંગતતાઓ પણ પેદા થઈ હતી. સુધારાઓનો લાભ ઉઠાવીને એક એવો વર્ગ પેદા થઈ ગયો છે જેણે બંને હાથોથી માલ સમેટી લીધો છે અને આપણી વ્યવસ્થાને ચુનો પણ લગાવ્યો છે. મોદી સરકારે આ પાયાની બિમારીની સામે સખતાઈથી કામ લેવાની શઆત કરી, બ્લેકમની કઢાવવા માટે કેટલાક સમય સુધી પુરસ્કાર અને દંડની પધ્ધતિ અપ્નાવી અને ત્યારબાદ નોટબંધીનો ઐતિહાસિક અને આકરો ડોઝ પણ આપી દીધો. મોદી સરકારનો આ સૌથી મોટો દાવ હતો અને તે સફળ રહ્યો છે. જો કે તેમાં કોમનમેનની હાલત ખરાબ થઈ છે તેની પણ અવગણના થઈ શકે નહીં. આ અભિયાનનું એક શ્રેષ્ઠ પરિણામ એ નીકળ્યું છે કે અનેક લોકો પાસે બચીને નીકળવાની પાતળી ગલી પણ બંધ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસના આંકડાઓ મુજબ નોટબંધી બાદ 91 લાખ લોકોને ટેકસના દાયરામાં લાવવામાં આવ્યા છે અને આ ખરેખર એક મોટી ઉપલબ્ધી છે. વિશ્ર્વના સૌથી વધુ વસતીવાળા દેશ ભારતમાં સૌથી ઓછા લોકો ટેકસ ભરે છે તે વાત પણ અફસોસજનક છે.

આપણા દેશમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ પોતાની રીતે આગળ વધી રહી હતી પરંતુ તેમાં એક મોટો ઉછાળો લાવીને મોદી સરકારે ડીજીટલ ઈન્ડિયાની શઆત કરાવી અને કેશલેસ ઈકોનોમી પર જોર રાખ્યું છે. આ બધા પગલા લોકોની જીવનશૈલીમાં બદલાવ સાથે જોડાયેલા રહ્યા છે અને તેના સારા નરસા પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે. જો કે હજુ પણ આપણા દેશનો એક મોટો વર્ગ કેશલેસ વ્યવસ્થા સ્વિકારવા તૈયાર નથી. આ ઉપરાંત જનતા સાથે સીધો સંવાદ કરવાના ફીલ્ડમાં પણ મોદી સરકારનો રેકોર્ડ અસાધારણ લાગે છે.
આ સરકારનું એક નબળું પાસું એ છે કે તે દલિતો, લઘુમતિઓ અને સમાજના અત્યંત નબળા વર્ગનો અવાજ વ્યવસ્થિત રીતે સાંભળતી નથી અને હજુ પણ એમની અવગણના કર્યે રાખે છે. મોદી સરકારે પોતાની આ પધ્ધતિ બદલવી પડશે અને પોતાની નીતિમાં આમૂલ ફેરફારો કરવા પડશે.

print

Comments

comments

VOTING POLL