મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ ગુજરાત ભાજપ દ્વારા જન જન સુધી પહોંચાડવાની ઝૂંબેશ

May 26, 2018 at 10:10 am


ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપા સરકારને આગામી તા. ૨૬મી મે, ૨૦૧૮ના રોજ પોતાના કાર્યકાળના સિધ્ધિઓથી જળહળતા ૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ૪ વર્ષના આ ટૂંકા સમયગાળામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્ધષ્ટિ અને દ્રઢ ઈચ્છા શક્તિને લીધે ભારતના તમામ ક્ષેત્રોએ વિકાસની હરણફાળ ભરી છે. ભારતીય અર્થતંત્ર સમગ્ર વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, ઈન્દ્રધનુષ યોજના, સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા વગેરે જેવી અનેક યોજનાઓના સફળ અમલીકરણ દ્ધારા સમાજના તમામ વર્ગો ભારતની વિકાસયાત્રામાં જોડાઈ પ્રગતિ અને સમૃદ્ધિના નવા શીખરો સર કરી રહ્યા છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી તા. ૨૬મી મે, ૨૦૧૮ના રોજ ઓરીસ્સામાં આ પ્રસંગે જાહેરસભા સંબોધવાના છે તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ તા. ૨૬મી મે, ૨૦૧૮ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકાર ગોષ્ઠીના માધ્યમથી સરકારની સિધ્ધિઓ, પાર્ટીની સંગઠનાત્મક યોજના તેમજ આગામી વર્ષોમાં પાર્ટીની ભૂમિકા તે વિષયો પર ચર્ચા કરશે.
ભાજપા દ્ધારા તા. ૨૭મી મે થી ૧૧ મી જૂન, ૨૦૧૮ દરમ્યાન સમગ્ર દેશમાં આ ૪ વર્ષની ઉજવણીના આ કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત ભાજપા દ્ધારા પણ આ સમયગાળા દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા
(૧) વિશેષ સંપર્ક અભિયાન (૨) બુધ્ધિજીવી સંમેલન (૩) વરિષ્ઠ નાગરીકો સાથે સંપર્ક (૪) પત્રકાર પરિષદ (૫) સ્વચ્છતા અભિયાન (૬) સમરસતા સંપર્ક (૭) ગ્રામ સભા (૮) લાભાર્થી સંમેલન (૯) બુથ સંપર્ક અભિયાન

ઉપરોક્ત કાર્યક્રમોના માધ્યમથી ભાજપાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને ભારતની વિકાસગાથા જનજન સુધી પહોંચાડશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમોના ભાગરૂપે તા. ૨૭ મી મે, ૨૦૧૮ એ રાજકોટ ખાતે બુદ્ધિજીવી સંમેલન ને સંબોધશે તથા ૨૮ મી મે, ૨૦૧૮ એ અમદાવાદના ખોખરા ખાતેથી બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તા. ૨૭મી મે, ૨૦૧૮ એ વડોદરા ખાતે બુદ્ધિજીવી સંમેલન સંબોધશે તેમજ તા. ૨૮મી મે, ૨૦૧૮ એ દાહોદ ખાતે બુથ સંપર્ક અભિયાનમાં ભાગ લેશે. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ તા. ૦૩ જુન, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે બુદ્ધિજીવી સંમેલનને સંબોધશે. તા. ૩૦ મી મે, ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રીય મહામંત્રી ડા. અનિલ જૈન ગુજરાતના તેમના પ્રવાસ અંતર્ગત વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા તા. ૨૮મી મે, ૨૦૧૮ સુરત ખાતે બુદ્ધિજીવી સંમેલન સંબોધશે. આ સિવાયના વિવિધ કાર્યક્રમોની માહિતી પણ સમયસર આપવામાં આવશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, જળ અભિયાનનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે લોકભાગીદારીનો આ નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ લોકભાગીદારીના કાર્યોની શરૂઆત કરી અને તે કાર્યને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે સફળતાપૂર્વક આગળ વધાર્યું છે. હરીયાળી ધરતી બનાવવાનું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે તા. ૩૧મી મે, ૨૦૧૮ના રોજ અભિનંદન કાર્યક્રમ યોજાશે અને ગુજરાતની સુખાકારી તેમજ વરસાદને નિમંત્રણ આપવા માટે રાજ્યના તમામ જીલ્લાઓમાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામુહિક યજ્ઞમાં ગુજરાતના સૌ કોઈ લોકો જોડાશે.

print

Comments

comments

VOTING POLL